Maharashtra Assembly Elections 2024: ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ફડણવીસે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ભૂતપૂર્વ વડા નીતિન ગડકરીના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ તેમની છઠ્ઠી વિધાનસભા ચૂંટણી છે. તેઓ 1999થી છેલ્લા 25 વર્ષથી ધારાસભ્ય છે.
દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા ચૂંટણી માટે નામાંકર ભરી કર્યો શંખનાદ (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે (Maharashtra Assembly Elections 2024) શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ફૉર્મ ફાઇલ કરતા પહેલા એક રૅલીને સંબોધતા, તેમણે કહ્યું કે મહાયુતિ સરકારનું કાર્ય પોતાના માટે બોલે છે, અને વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે `લાડકી બહિન` યોજના અને તેના લાભાર્થીઓ તેમને હરાવવા માટે પૂરતા હતા. ફડણવીસ, જેઓ 2014 થી 2019 સુધી રાજ્યના મુખ્ય પ્રધાન હતા અને નવેમ્બર 2019 માં 80 કલાકના ટૂંકા કાર્યકાળ માટે, નાગપુરથી પાંચ વખત, નાગપુર પશ્ચિમ મતવિસ્તારમાંથી બે વખત અને દક્ષિણ-પશ્ચિમ નાગપુર બેઠકથી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીઓ સફળતાપૂર્વક લડ્યા છે. આ તેમની છઠ્ઠી વિધાનસભા ચૂંટણી છે. તેઓ 1999થી છેલ્લા 25 વર્ષથી ધારાસભ્ય છે.
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ફડણવીસે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ભૂતપૂર્વ વડા નીતિન ગડકરીના (Maharashtra Assembly Elections 2024) નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભાજપના બન્ને નેતાઓએ શહેરના સંવિધાન ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ ત્યાંથી આકાશવાણી ચોક સુધી રોડ શો યોજાયો હતો. રોડશોના અંતે એક સભાને સંબોધતા, ફડણવીસે કહ્યું, "અમારું કામ અમારા શબ્દો કરતાં વધુ જોરથી બોલે છે. લોકો નાગપુરમાં વિકાસ જોઈ શકે છે, પછી તે નાગપુર મેટ્રો રેલ હોય, નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે હોય કે અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ કે જેણે દેશને બદલ્યો છે. છેલ્લા સાડા સાત વર્ષમાં ભાજપ દ્વારા રાજ્યમાં અને કેન્દ્ર દ્વારા છેલ્લા 10 વર્ષમાં જે કામ કરવામાં આવ્યું છે તેનાથી નાગપુરનો ચહેરો બદલાઈ ગયો છે.
ADVERTISEMENT
शंखनाद ?
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 25, 2024
? स. ११.४७ वा. | २५-१०-२०२४?नागपूर.
LIVE | `दक्षिण-पश्चिम नागपूर`मधून विधानसभा निवडणूक 2024 साठी माझा उमेदवारी अर्ज भरण्यापूर्वी संविधान चौक ते आकाशवाणी चौक भव्य नामांकन रॅली#Maharashtra #DevaBhau #SouthWestNagpur https://t.co/aSGQNgp36g
"હું વિરોધ પક્ષો વિશે વાત નહીં કરું કારણ કે અમારી લાડકી બહેન યોજના (Maharashtra Assembly Elections 2024) અને તેના લાભાર્થીઓ તેમના માટે પૂરતા છે. કૉંગ્રેસના નેતાઓ સુનિલ કેદાર અને નાના પટોલેએ તો બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠમાં અરજી કરીને લાડકી બહેન યોજનાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહાયુતિ સરકારે ગોસીખુર્દ સિંચાઈ યોજનાઓ, નાગપુર અને અમરાવતી એરપોર્ટનો વિકાસ અને અન્ય કામો સહિત અનેક પ્રોજેક્ટ દ્વારા વિદર્ભનું ચિત્ર બદલી નાખ્યું,” એમ ફડણવીસે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહાયુતિ સરકાર એક નવા મહારાષ્ટ્રનું નિર્માણ કરી રહી છે જે એક નવા ભારતનું નિર્માણ કરી રહી છે.” તેમની સરકારે ઓબીસી સમુદાયના કલ્યાણ માટે 48 સરકારી જીઆર જાહેર કર્યા છે, અને કૉંગ્રેસને પડકાર આપ્યો છે કે તે તેના કાર્યકાળ દરમિયાન જારી કરવામાં આવેલ એક પણ જીઆર બતાવે.” એમ તેમણે કહ્યું.
“અમે આદિવાસી સમુદાય અને સમાજના અન્ય તમામ વર્ગો માટે પણ કામ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. ફડણવીસ અને અન્ય બે વર્તમાન ભાજપના (Maharashtra Assembly Elections 2024) ધારાસભ્યો - નાગપુર દક્ષિણમાંથી મોહન માટે અને નાગપુર પૂર્વથી કૃષ્ણા ખોપડે - નાગપુર જિલ્લા કલેક્ટર કચેરીમાં તેમના નામાંકન દાખલ કર્યા છે. તે સમયે ફડણવીસની સાથે ગડકરી અને રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હતા. આ પહેલા સભાને સંબોધતા ગડકરીએ કહ્યું કે જે કૉંગ્રેસ 60 વર્ષમાં નથી કરી શકી તે મહાયુતિ સરકારે ફડણવીસ અને પીએમ મોદીના નેતૃત્વમાં નાગપુર અને મહારાષ્ટ્રમાં કર્યું છે. નાગપુર મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય રહેલા ગડકરીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં નાગપુરમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. "મહારાષ્ટ્રને ફડણવીસના રૂપમાં ખૂબ જ સક્ષમ નેતૃત્વ મળ્યું છે," તેમણે લોકોને ફરીથી ફડણવીસના હાથમાં રાજ્યની બાગડોર સોંપવા વિનંતી કરી છે.