મતદારયાદીની SIR પ્રક્રિયાનો મહત્ત્વનો તબક્કો પૂરો, મતદારયાદીમાં નામ ન હોય તો હજી એક તક
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ બાદ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદારયાદીમાંથી રાજ્યના કુલ મતદારોના ૨૧.૧૪ ટકા એટલે કે ૨,૦૬,૮૮,૪૮૭ લોકોનાં નામ કમી કરવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી-અધિકારીના જણાવ્યા અનુસાર જે નાગરિકો મૃત્યુ પામ્યા છે, સ્થળાંતર કરી ગયા છે અથવા પોતાના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી એવા લોકોનાં ગણતરી ફૉર્મ જમા થઈ શક્યાં ન હોવાથી તેમને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
અગાઉ મહારાષ્ટ્રમાં કુલ ૯,૭૮,૫૪,૦૪૯ મતદારો નોંધાયેલા હતા, જેમાંથી અત્યારની ડ્રાફ્ટ-યાદીમાં ૭,૭૧,૬૫,૫૬૨ (૭૮.૮૬ ટકા) મતદારોનો સમાવેશ કરાયો છે. આ નવી યાદીમાં ૩,૯૫,૮૯,૯૦૫ પુરુષો, ૩,૭૫,૭૨,૫૭૦ મહિલાઓ અને ૩૦૮૭ થર્ડ જેન્ડર મતદારો છે.
ADVERTISEMENT
પુરુષો અને મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર તફાવત
મહારાષ્ટ્રના SIRના ડેટા અનુસાર ડ્રાફ્ટ-યાદીમાં રાજ્યના ૩૬ જિલ્લાઓમાં ૭.૭૧ કરોડ મતદારોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યભરમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં ૨૦.૧૭ લાખ વધુ છે. નાશિકમાં ૧૯.૬ લાખ મહિલા મતદારો સામે ૨૧.૦૯ લાખ પુરુષ મતદારો છે જે ૧.૪૧ લાખનો તફાવત છે, જ્યારે મુંબઈ ઉપનગરમાં ૨૬.૫૧ લાખ પુરુષ અને ૨૫.૨ લાખ મહિલા મતદારો છે જે ૧.૩૧ લાખનો તફાવત છે. રસપ્રદ વાત એ છે કે રત્નાગિરિ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મહિલાઓ ૬.૦૯ લાખ છે, જ્યારે પુરુષ મતદારોની સંખ્યા ૫.૮૭ લાખ છે.
સૌથી વધુ મતદારો બાદ થયા હોય એવા મુખ્ય જિલ્લા
પુણે ૨૮.૬ લાખ
થાણે ૨૮.૫ લાખ
મુંબઈ સબર્બન ૨૬.૫ લાખ
નાગપુર ૧૪.૪૩ લાખ
નાશિક ૧૦.૨૭ લાખ
મુંબઈ સિટી ૯.૫ લાખ
પુરુષો અને મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર તફાવત
મહારાષ્ટ્રના SIRના ડેટા અનુસાર ડ્રાફ્ટ-યાદીમાં રાજ્યના ૩૬ જિલ્લાઓમાં ૭.૭૧ કરોડ મતદારોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યભરમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં ૨૦.૧૭ લાખ વધુ છે. નાશિકમાં ૧૯.૬ લાખ મહિલા મતદારો સામે ૨૧.૦૯ લાખ પુરુષ મતદારો છે જે ૧.૪૧ લાખનો તફાવત છે, જ્યારે મુંબઈ ઉપનગરમાં ૨૬.૫૧ લાખ પુરુષ અને ૨૫.૨ લાખ મહિલા મતદારો છે જે ૧.૩૧ લાખનો તફાવત છે. રસપ્રદ વાત એ છે કે રત્નાગિરિ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મહિલાઓ ૬.૦૯ લાખ છે, જ્યારે પુરુષ મતદારોની સંખ્યા ૫.૮૭ લાખ છે.
ડ્રાફ્ટ મતદારયાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું?
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી-અધિકારી અથવા ભારતના ચૂંટણીપંચની વેબસાઇટની મુલાકાત લો. એમાં ડ્રાફ્ટ મતદારયાદી SIR 2026 માટે એક વિકલ્પ દેખાશે. આગળ વધવા માટે એના પર ક્લિક કરો.
જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર અને ભાષા પસંદ કરો. વિધાનસભા મતવિસ્તાર માટે મતદારયાદીનો ચોક્કસ ભાગ પસંદ કરીને PDF ડાઉનલોડ કરો. એમાં તમારું નામ ચકાસો. વેબસાઇટ પર ‘ASSD LIST (Absent, Shifted, Dead, Duplicate) SIR 2026’ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમે તમારો મતદાર ID નંબર દાખલ કરીને તમારું નામ બાકાત રાખવામાં આવ્યું છે કે નહીં એ ચકાસી શકો છો.

દાવો અને વાંધા અરજી કરવાની તકો
ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે જે પાત્ર નાગરિકોનાં નામ આ ડ્રાફ્ટ-યાદીમાં નથી તેઓ ૩૧ ઑગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકે છે, જેના માટે
ફૉર્મ ૬ : નવું નામ નોંધાવવા અથવા સમાવેશ કરવા માટે.
ફૉર્મ ૭ : કોઈ એન્ટ્રી સામે વાંધો ઉઠાવવા કે નામ રદ કરાવવા માટે.
ફૉર્મ ૮ : નામ, સરનામું, ઉંમર કે જાતિ સંબંધિત વિગતોમાં સુધારો કરાવવા માટે.