આ મામલામાં સાત પૅસેન્જરની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી
જપ્ત કરાયેલ ડ્રગ્સ
મુંબઈ કસ્ટમ્સના ઝોન-૩ દ્વારા ૧૫થી ૨૭ જુલાઈ દરમ્યાન વિદેશથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવેલા ૩૯ શંકાસ્પદ પૅસેન્જરોની તપાસ કરતાં તેમની પાસેથી ૧૩.૧૧ કરોડ રૂપિયાની કિંમતનું દાણચોરીથી લાવવામાં આવેલું ૨૦.૧૮ કિલો સોનું, ૯૬ લાખ રૂપિયાની કિંમતનો ૪.૯૮ કિલો ગાંજો અને વિદેશી ચલણની નોટ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ મામલામાં સાત પૅસેન્જરની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ સોનાનો પાઉડર પાઇપની અંદર, ગાંજો જુદા-જુદા બૉક્સમાં અને ચલણી નોટ બૂટની એડીમાં છુપાવ્યાં હતાં.