સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી: અજિત પવાર
અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ) ખાતે ફાટી નીકળેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.
૨૧ જાન્યુઆરીના રોજ પુણેમાં એસઆઇઆઇના મંજરી પરિસરની પાંચ માળની ઇમારતમાં આગ લાગતાં પાંચ શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું નહોતું.
ADVERTISEMENT
આગ જ્યાં લાગી તે પરિસર ખાલી હતું અને ત્યાં કામ ચાલી રહ્યું હતું. આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ છે અને તેઓ તેમનું ઓડિટ હાથ ધરી રહ્યા હતા. સરકાર પણ તપાસ કરી રહી છે. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર નથી, અેમ તેમણે જણાવ્યું હતું.

