શિવડી-વરલી કનેક્ટરનું કામ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો
તસવીર : આશિષ રાજે
આજથી એલ્ફિન્સ્ટન બ્રિજને બે વર્ષ સુધી બંધ રાખવામાં આવશે. શિવડી-વરલી કનેક્ટરનું કામ કરવા માટે આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ બંધ થવાથી દાદર, પરેલ, લોઅર પરેલ અને કરી રોડ પરિસરમાં ટ્રૅફિકની મુશ્કેલી ઊભી થઈ શકે છે.
મુંબઈ પોલીસે એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ થવાથી ટ્રૅફિક ડાયવર્ઝનની સૂચના બહાર પાડીને વૈકલ્પિક રસ્તાની માહિતી આપી છે.
ADVERTISEMENT
આ છે વૈકલ્પિક રસ્તાઓ
મડકે બુવા ચૌક (પરેલ ટર્મિનસ જંક્શન)થી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડથી ખોદદાદ સર્કલ (દાદર ટીટી જંક્શન) માર્ગે તિલક બ્રિજ તરફ જઈ શકાશે.
પરેલ ટીટી-કૃષ્ણાનગર-સુપારી બાગ-ભારતમાતા જંક્શનના માર્ગથી કરી રોડ રેલવે બ્રિજ ઓળંગીને લોઅર પરેલ બ્રિજથી જઈ શકાશે.
સંત રોહિદાસ ચોકથી વડાચા નાકા, લોઅર પરેલ બ્રિજ-શિંગટે માસ્ટર ચોક, મહાદેવ પાલવ રોડથી કરી રોડ રેલવે બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
મહાદવે પાલવ રોડ (કરી રોડ રેલવે બ્રિજ) પર સવારના સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી વન-વે અને બપોરના ત્રણથી રાતના આઠ વાગ્યા સુધી બીજી બાજુથી વાહનવ્યવહાર ચાલુ રહેશે. રાતના ૧૦થી સવારના સાત વાગ્યા દરમ્યાન બન્ને બાજુનો રસ્તો ખુલ્લો રહેશે.

