Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૯ મહાનગરપાલિકા. ૨૮૬૯ બેઠકો. ૩,૪૮,૭૮,૦૧૭ મતદાર

૨૯ મહાનગરપાલિકા. ૨૮૬૯ બેઠકો. ૩,૪૮,૭૮,૦૧૭ મતદાર

Published : 16 December, 2025 07:25 AM | Modified : 16 December, 2025 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેટ ઇલેક્શન કમિશને જાહેર કરી દીધી રણસંગ્રામની તારીખ : ૧૫ જાન્યુઆરીએ મતદાન, ૧૬ જાન્યુઆરીએ પરિણામ

ગઈ કાલે મીડિયા સમક્ષ ૨૯ મહાનગરપાલિકાઓના ચૂંટણી-કાર્યક્રમની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ ટી. વાઘમારે અને તેમની ટીમ. તસવીર : સજેત શિંદે

ગઈ કાલે મીડિયા સમક્ષ ૨૯ મહાનગરપાલિકાઓના ચૂંટણી-કાર્યક્રમની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ ટી. વાઘમારે અને તેમની ટીમ. તસવીર : સજેત શિંદે


સ્ટેટ ઇલેક્શન કમિશને ગઈ કાલે રાજ્યની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત મુદત પૂરી થઈ ગયેલી ૨૭ અને બે નવી મહાનગરપાલિકા ઇચલકરંજી અને જાલના એમ કુલ મળીને ૨૯ સુધરાઈની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ૧૫ જાન્યુઆરીએ ચૂંટણી થશે અને ૧૬ જાન્યુઆરીએ મતગણતરી થશે એમ સ્ટેટ ઇલેક્શન કમિશનના કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું.

ઇલેક્શન કમિશને એની પત્રકાર-પરિષદમાં રજૂ કરેલા મુદ્દા...



૧.  રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે કુલ મળીને ૩,૪૮,૭૮,૦૧૭ મતદારો છે.


૨.  રાજ્યભરમાં ૩૯,૧૪૭ મતદાર-કેન્દ્ર રાખવામાં આવશે. ૪૩,૯૫૮ કન્ટ્રોલ યુનિટ અને ૮૭,૯૧૬ બૅલટ યુનિટની ગોઠવણ કરવામાં આવશે.

૩.  મુંબઈ માટે ૧૦,૧૧૧ મતદાર-કેન્દ્ર, ૧૧,૩૪૯ કન્ટ્રોલ યુનિટ અને ૨૨,૬૯૮ બૅલટ યુનિટ હશે.


૪.  ૨૦૨૫ની પહેલી જુલાઈની મતદારયાદીનો આ ચૂંટણીમાં અમલ થશે. ભારત ઇલેક્શન કમિશન પાસેથી એ યાદી લીધી હોવાને કારણે એમાં નામ રદબાતલ કરવાનો અધિકાર સ્ટેટ ઇલેક્શન કમિશનને નથી.

૫.  ડબલ મતદારોની ઓળખ કરવામાં આવી છે અને તેમના નામની સામે બે ફૂદડી રાખવામાં આવી છે. ડબલ મતદારના ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો છે તેમ જ તેઓ ક્યાં મતદાન કરશે એ તેમની પાસેથી ઍફિડેવિટ કરાવી લઈને જાણી લેવાયું છે.

૬.  મુંબઈમાં ૧૧ લાખ જેટલા સંભવિત ડબલ મતદારો છે. મુંબઈની યાદીમાં ૭ ટકા ડબલ મતદારો હોવાનું જણાઈ આવ્યું છે. ડબલ મતદારો જેમનો સર્વે થયો નથી તેમની પાસે મતદાન-કેન્દ્ર પર ડેક્લેરેશન લેવામાં આવશે.

૭.  મુંબઈની ચૂંટણી માટે ૨૯૦ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, જ્યારે રાજ્ય માટે ૮૭૦ ઇલેક્શન ઑફિસરની નિમણૂક કરવામાં આવશે. આ ચૂંટણી-પ્રક્રિયા ૧,૯૬,૬૦૫ કર્મચારીઓ પાર પાડશે. ચૂંટણીના ૪૮ કલાક પહેલાં પ્રચાર પર પ્રતિબંધ આવી જશે. ત્યાર બાદ જાહેરાત નહીં કરી શકાય.

૮.  રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ૨૮૬૯ બેઠકો માટે આ ચૂંટણી થઈ રહી છે. એમાં ૧૪૪૨ મહિલાઓ, ૩૪૧ અનુસૂચિત જાતિ, ૭૭ અનુસૂચિત જનજાતિ અને ૭૫૯ અધર બૅકવર્ડ ક્લાસના સભ્ય હશે.

૯. પ્રચાર માટે રાજકીય પક્ષોને ફક્ત ૨૯ દિવસ મળશે.

કઈ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે?    
મુંબઈ, પુણે, નાગપુર, સોલાપુર, કોલ્હાપુર, થાણે, પિંપરી-ચિંચવડ, નાશિક, ઔરંગાબાદ, કલ્યાણ-ડોમ્બિવલી, અમરાવતી, નવી મુંબઈ, નાંદેડ વાઘાલા, ઉલ્હાસનગર, સાંગલી-મિરજ-કુપવાડા, માલેગાંવ, ભિવંડી-નિઝામપુર, અકોલા, મીરા-ભાઈંદર, અહમદનગર, ધુળે, જળગાંવ, વસઈ-વિરાર, પરભણી, ચંદ્રપુર, લાતુર, પનવેલ, ઇચલકરંજી, જાલના 

ચૂંટણીના કાર્યક્રમનું ટાઇમ-ટેબલ 
 ઉમેદવારીપત્રોનો સ્વીકાર : ૨૩ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર 
 ઉમેદવારીપત્રોની સ્ક્રૂટિની : ૩૧ ડિસેમ્બર
 ઉમેદવારી પાછી લેવાની તારીખ : બીજી જાન્યુઆરી
 ચિહ્‍નની વહેંચણી અને અંતિમ યાદીની જાહેરાત : ૩ જાન્યુઆરી
 મતદાન : ૧૫ જાન્યુઆરી
 રિઝલ્ટ : ૧૬ જાન્યુઆરી

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK