એમએમઆરડીએના ચીફને ઈડીનું તેડું
પ્રતીકાત્મક તસવીર
ટૉપ્સ સિક્યૉરિટીઝને લઈને હવાલાની તપાસ કરી રહેલા ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ હવે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના ચીફ આર. એ. રાજીવને સમન્સ મોકલાવ્યા છે. આ કેસમાં ઈડી ટૉપ્સ સિક્યૉરિટીઝના અમિત ચાંડોળેની પહેલાં ધરપકડ કરી ચૂકી છે, જ્યારે તેમના ખાસ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની તપાસ ચાલુ છે. આ સિવાય ઈડીએ રાજ કપૂરના દોહિત્ર અને પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગના ખાસ ફ્રેન્ડ અરમાન જૈનને પણ આ કેસમાં સમન્સ મોકલાવ્યું છે. જોકે તે હાજર ન રહેતાં ઈડી તેને બીજું સમન્સ મોકલે એવી શક્યતા છે. એમએમઆરડીએએ ૨૦૦૪થી ૨૦૧૭ અને ૨૦૧૭થી ૨૦૨૦ સુધી ટૉપ્સ ગ્રુપને આપેલા કૉન્ટ્રૅક્ટની માહિતી મેળવવા માટે ઈડીએ આર. એ. રાજીવને સમન્સ મોકલ્યા હોવાનું કહેવાય છે.

