સાંજના ધસારાના સમયની આ ઘટનાથી લોકલ ટ્રેન અડધો કલાક થંભી જતાં લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.
વડાલા રોડ રેલવે-સ્ટેશન પર પહોંચેલી એક લોકલ ટ્રેનની છત પર ગઈ કાલે સાંજે આઠ વાગ્યે ૩૧ વર્ષનો લાલુ પુજાહર નામનો મજૂર ચડી ગયો હતો
હાર્બર રેલવેમાં આવેલા વડાલા રોડ રેલવે-સ્ટેશન પર પહોંચેલી એક લોકલ ટ્રેનની છત પર ગઈ કાલે સાંજે આઠ વાગ્યે ૩૧ વર્ષનો લાલુ પુજાહર નામનો મજૂર ચડી ગયો હતો. યુવકને ટ્રેનની ઉપર ચડેલો જોઈને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાને તાત્કાલિક ધોરણે ટ્રેનની ઉપરના ઓવરહેડ વાયરનું વીજળીનું કનેક્શન બંધ કરી દીધું હતું. બાદમાં લાલુ પુજાહરને સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. દારૂના નશામાં હોવાથી મજૂર ટ્રેનની છત પર ચડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. સાંજના ધસારાના સમયની આ ઘટનાથી લોકલ ટ્રેન અડધો કલાક થંભી જતાં લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

