ધનંજય મુંડેએ આંખની સર્જરી કરાવી હોવાથી વિરોધીઓ ઑપરેશનના ટાઇમિંગને લઈને તેમના પર સવાલ કરી રહ્યા છે.
ધનંજય મુંડે
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા ઉપરાંત રાજ્યના કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેની મુંબઈની એક હૉસ્ટિલમાં આંખની સર્જરી કરવામાં આવી છે. ખુદ ધનંજય મુંડેએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને સર્જરીની માહિતી આપતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘આંખની સર્જરી થઈ છે એટલે ડૉક્ટરોએ ચાર-પાંચ દિવસ આરામ કરવાની સલાહ આપી છે એટલે ૧૦ ફેબ્રુઆરી સુધી કોઈને મળી નહીં શકું.’
અત્યારે તેમના પર આરોપ થઈ રહ્યા છે ત્યારે જ ધનંજય મુંડેએ આંખની સર્જરી કરાવી હોવાથી વિરોધીઓ ઑપરેશનના ટાઇમિંગને લઈને તેમના પર સવાલ કરી રહ્યા છે.

