મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું...
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને સાથીપક્ષોને મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૧૭ જ બેઠક મળી છે એ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ખેતી સંબંધિત આયોજિત બેઠકમાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કામ આપણે જોયું છે. ૬૦ વર્ષમાં જેટલા નિર્ણય નહોતા લેવાયા એટલા નિર્ણય તેમણે આ ૧૦ વર્ષમાં લીધા છે. લોકસભાની ચૂંટણીમાં વિરોધી પક્ષોએ નેરેટિવ સેટ કરવાથી દેશભર અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ નુકસાન થયું. બંધારણ બદલવામાં આવશે, આરક્ષણ કાઢી નાખવામાં આવશે અને ૪૦૦ પારના આંકડાથી બાજી બગડી. નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષમાં એક પણ રજા લીધા વિના કામ કર્યું હતું એટલે જ જનતાએ તેમને ત્રીજી વખત વડા પ્રધાન બનાવ્યા છે. ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ તેમણે સૌથી પહેલો નિર્ણય ખેડૂતોનો જ લીધો. ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેડૂત અન્નદાતા છે એટલે ખેડૂતોને દુખી કરીને કોઈ સુખી ન થઈ શકે.’