એક લાખના બોન્ડ પર હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh)ને ભ્રષ્ટાચારના કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માંથી જામીન મળત-મળતા રહી ગયા છે. સોમવારે આ કેસની સુનાવણી થઈ હતી અને કોર્ટે તેમને જામીન આપ્યા હતા, પરંતુ થોડીવાર બાદ જ કોર્ટે જામીન પર પણ સ્ટે મૂકી દીધો હતો. કોર્ટે હવે 10 દિવસ માટે જામીન અટકાવી દીધા છે.
અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની કથિત વસૂલાતનો આરોપ છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ, દેશમુખ (74)ની જામીન અરજી ગયા મહિને સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી હતી, ત્યાર બાદ તે હાઈકોર્ટમાં ગયા હતા.
ADVERTISEMENT
અનિલ દેશમુખે અરજીના મેડિકલ અને મેરિટના આધારે જામીનની વિનંતી કરી હતી. જસ્ટિસ એમ.એસ. કર્ણિકની સિંગલ બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતાની લપસી જીત, કહ્યું-`પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો`
ઉલ્લેખનીય છે કે CBIએ આ વર્ષે એપ્રિલમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરી હતી. તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે દેશમુખની તબિયતને ધ્યાનમાં રાખીને, પ્રથમ દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના કેસમાં દાખલ કરવામાં આવેલી તેમની જામીન અરજી પર સુનાવણીને પ્રાથમિકતા આપવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
માર્ચ 2021માં, વરિષ્ઠ IPS અધિકારી પરમ બીર સિંહે આરોપ મૂક્યો હતો કે તત્કાલિન ગૃહપ્રધાન અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને મુંબઈમાં રેસ્ટોરાં અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય આપ્યું હતું. કેસના નાણાકીય પાસાંની તપાસ કરી રહેલી EDએ આરોપ લગાવ્યો હતો કે દેશમુખે રાજ્યના ગૃહપ્રધાન તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી રૂા. 4.70 કરોડ એકત્ર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ, જાણો મહત્વના મુદ્દા
હાઈકોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે, જેમને ગયા મહિને જામીન આપવામાં આવ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેમણે અનિલ દેશમુખને જેલમાં જોયા હતા. તેની તબિયત સારી ન હતી. હાઈકોર્ટે સીબીઆઈને એપ્રિલ 2021માં પ્રાથમિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.