અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં એક ભવ્ય સમારોહમાં એકબીજા સાથે સગાઈ કરી હતી. એક વર્ષ પછી, આ વર્ષે માર્ચ મહિનામાં, અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન્સ જામનગરથી શરૂ થયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
Anant-Radhika`s Wedding Will Now Be Celebrated In London: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો તબક્કો શરૂ કર્યો છે. આખી દુનિયામાં અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા થઈ રહી છે. એવું માનવામાં આવતું હતું કે અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈના રોજ લગ્નના રિસેપ્શન સાથે સમાપ્ત થશે, પરંતુ એવું નથી. મુંબઈ બાદ હવે લંડનમાં પણ અનંત અને રાધિકાના લગ્નની ઉજવણીના સમાચાર સામે આવી રહ્યા છે.