બારામતી ઍરપોર્ટ પર સલામત ઍર ઑપરેશન્સ ચાલુ રાખી શકાયાં હતાં
બારામતી ઍરપોર્ટ
મહારાષ્ટ્ર સરકારની તાત્કાલિક વિનંતી પર ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)એ બુધવારે ઍર ફોર્સ સ્ટેશન લોહેગાંવથી બારામતી ઍરપોર્ટ પર એસેન્શિયલ ટેક્નિકલ ઇક્વિપમેન્ટ સાથે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ના કર્મચારીઓની એક ટીમને તાત્કાલિક તહેનાત કરી હતી. ઍર ઑપરેશન્સને સરળ બનાવવા માટે IAFની ટીમને ઍરપોર્ટ પર ઇમર્જન્સી ઍર ટ્રાફિક કન્ટ્રોલ સર્વિસ માટે મોકલવામાં આવી હતી. એને પગલે બારામતી ઍરપોર્ટ પર સલામત ઍર ઑપરેશન્સ ચાલુ રાખી શકાયાં હતાં.


