ડ્રાઇવરને પણ મામૂલી ઈજા થઈ છે. થોડી જ વારમાં એ ટ્રક ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.
ઘટનાસ્થળ
નવી મુંબઈના રબાળેમાં ગુરુવારે મધરાત બાદ થાણે-બેલાપુર રોડ પરના બ્રિજ પરથી એક ટ્રક નીચે પટકાઈ હતી. આ સંદર્ભે રબાળે-MIDC પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ વાઘમારેએ કહ્યું હતું કે ‘મધરાત બાદ ટ્રક નીચે સર્વિસ રોડ પર પટકાઈ હતી, પણ સદ્ભાગ્યે એ વખતે બહુ ટ્રાફિક કે રાહદારીઓ રસ્તા પર ન હોવાથી કોઈને ઈજા થઈ નથી. એ ઉપરાંત ડ્રાઇવરને પણ મામૂલી ઈજા થઈ છે. થોડી જ વારમાં એ ટ્રક ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.’

