જાણીતા લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન
જાણીતા પત્રકાર કાંતિ ભટ્ટનું અવસાન
જાણીતા પત્રકાર, કટારલેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થયું છે. મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થયું છે. કાંતિ ભટ્ટ 88 વર્ષે પણ પત્રકારત્વમાં સક્રિય હતા. તાજેતરમાં જ તેમના 88મા જન્મદિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે 88 વર્ષની ઉંમરે પણ કાંતિ ભટ્ટે ગરબા રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંતિ ભટ્ટ છેલ્લા 6 દાયકાથી પત્રકારત્વમાં સક્રિય હતા. તેઓ ગુજરાતના ટોચના અખબારોમાં કટાર લખી ચૂક્યા છે.
કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૩૧ના રોજ ભાવનગરના સાંચરા ગામમાં થયો હતો. કાંતિ ભટ્ટ શાળા સમયથી જ પત્રકારત્વમાં સક્રિય હતા. મહુવામાં સ્કૂલના શિક્ષણ દરમિયાન તેઓ ‘ઝાંઝર’ સામયિકના સંપાદક હતા. તો 1952માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા હતા. બાદમાં તેમણે ભાવનગર નગરપાલિકામાં કામ કર્યું હતું. બાદમાં બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા હતા.
ADVERTISEMENT
1967માં મુંબઈમાં તેમણે જન્મભૂમિ ગ્રુપના 'વ્યાપાર' અખબારમાં જોડાઈને પત્રકારત્વની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ચિત્રલેખા, મુંબઈ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જેવા સામયિકોમાં અને પ્રકાશનોમાં કામ કરી ચૂક્યા છે. 1977માં તેમણે કેન્યામાં પણ કામ કર્યું હતું.
મુંબઈમાં જ કાંતિ ભટ્ટના અંતિમ સંસ્કાર યોજાશે. રવિવારે જ બપોરે 2 વાગે કાંતિ ભટ્ટના અંતિમ સંસ્કાર તશે. કાંદીવલી ઈસ્ટમાં દહાનુકર વાડી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર યોજાશે.