ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. અત્યારે હર્ષ મ્હસ્કેના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે અને તેના પિતાની સર્વિસ રિવૉલ્વર જપ્ત કરવામાં આવી છે.
પ્રફુલ પટેલ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલની સિક્યૉરિટીમાં તહેનાત પોલીસ કૉન્સ્ટેબલ સંતોષ મ્હસ્કેના ૨૦ વર્ષના પુત્ર હર્ષે પિતાની સર્વિસ રિવૉલ્વરથી ઘરના બાથરૂમમાં લમણે ફાયરિંગ કરીને ગઈ કાલે બપોરે ૧ વાગ્યે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસના સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટમાં ફરજ બજાવી રહેલો કૉન્સ્ટેબલ સંતોષ મ્હસ્કે NCPના નેતા પ્રફુલ પટેલની સિક્યૉરિટીમાં તહેનાત છે. તે વરલીની મ્હાડા કૉલોનીમાં પરિવાર સાથે રહે છે. તેના પુત્ર હર્ષે ફાયરિંગ કર્યું હોવાની જાણ થતાં તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. અત્યારે હર્ષ મ્હસ્કેના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે અને તેના પિતાની સર્વિસ રિવૉલ્વર જપ્ત કરવામાં આવી છે.