ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુએસ પ્રેસિડન્ટ જો બાઇડન જાપાનમાં 49મી G7 સમિટ દરમિયાન હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાતમાં અન્ય G7 નેતાઓ સાથે જોડાયા હતા. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા દ્વારા આયોજિત આ સમિટ સાત સભ્ય દેશ જેમકે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા જેવા દેશોને એકસાથે લાવવાનું કામ કરે છે.