ટ્રમ્પે દેખાડ્યો અસલી રંગ : વેનેઝુએલાના તેલ પર કબજો કર્યા પછી વધુ એક મનમાની થોપી
ડોનલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને કબજામાં લીધા પછી અમેરિકા હવે વેનેઝુએલા પર મનમાની ચલાવી રહ્યું છે. આ પહેલાં જ ટ્રમ્પે ફતવો બહાર પાડી દીધો છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર ત્રણથી પાંચ કરોડ બૅરલ હાઈ ક્વૉલિટી ઑઇલ અમેરિકાને આપશે. આ ઑઇલ અમેરિકાને બજારકિંમત પર જ વેચી શકશે અને એમાંથી મળતા પૈસાનો પૂરો હિસાબ પણ ટ્રમ્પ જ રાખશે.
આ ફતવા પછી ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેર કર્યું હતું કે ‘આ નવી ઑઇલ-ડીલથી વેનેઝુએલાને જે રકમ મળશે એનો ઉપયોગ અમેરિકન માલ ખરીદવામાં જ કરી શકશે.
ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ્સ, દવાઓ, મેડિકલ ડિવાઇસ, ઇલેક્ટ્રિક ગ્રિડ અને એનર્જી ફૅસિલિટીઝ માટેનાં સાધનો બધું વેનેઝુએલાએ અમેરિકા પાસેથી જ લેવું પડશે.’
ADVERTISEMENT
પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે લખ્યું હતું કે ‘નવા ક્રૂડ ઑઇલ કરાર અંતર્ગત હવે વેનઝુએલા માત્ર અમેરિકા દ્વારા નિર્માણ પામેલાં ઉત્પાદનો જ ખરીદશે. વેનેઝુએલા હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને પોતાનો મુખ્ય ભાગીદાર બનાવીને વેપાર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિર્ણય વેનેઝુએલા અને અમેરિકા બન્નેના લોકો માટે સારો છે.’


