દર કલાકે ૩ કરોડ રૂપિયાનો ખર્ચ- કોર્ટમાં તેમના પર મુકાયેલા તમામ આરોપોની ઔપચારિક જાણ કરવામાં આવી હતી
વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ગઈ કાલે ન્યુ યૉર્કના મૅનહૅટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
નિકોલસ માદુરોને ગઈ કાલે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ગઈ કાલે ન્યુ યૉર્કના મૅનહૅટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં તેમના પર મુકાયેલા તમામ આરોપોની ઔપચારિક જાણ કરવામાં આવી હતી. આ દરમ્યાન તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ પણ સાથે હતાં. બન્ને પર ડ્રગ-ટ્રાફિકિંગ અને હથિયારોની તસ્કરીના આરોપો મૂકવામાં આવ્યા છે. \
ADVERTISEMENT
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડને અમેરિકાનું સૌથી મોંઘું લશ્કરી ઑપરેશન ગણાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA)ને આશરે ૧૦૧ અબજ ડૉલર (આશરે ૯ લાખ કરોડ રૂપિયા)નું બજેટ આપવામાં આવ્યું હતું. આમાંથી ૭૩ અબજ ડૉલર ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે અને ૨૮ અબજ ડૉલર લશ્કરી કાર્યવાહી માટે ફાળવવામાં આવ્યા હતા. આ બજેટનો મોટો ભાગ વેનેઝુએલા પર જ ખર્ચવામાં આવ્યો હતો. વેનેઝુએલાની ઘેરાબંધી કરવા માટે તહેનાત કરાયેલાં શસ્ત્રોનો ખર્ચ પ્રતિ કલાક ૩,૩૩,૦૦૦ ડૉલર (આશરે ૩ કરોડ રૂપિયા) હતો. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી સમગ્ર ઑપરેશનમાં આશરે ૩૭૦૦ કલાક લાગ્યા હતા. નિકોલસ માદુરોને પકડવા માટે અમેરિકા સતત ૩ મોરચે પૈસા રેડી રહ્યું હતું. આ ઑપરેશનમાં પ્રતિ કલાક ૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. માદુરો પર ૫૦ મિલ્યન ડૉલર (આશરે ૪૫૦ કરોડ રૂપિયા)નું ઇનામ રાખવામાં આવ્યું હતું. ઑપરેશન પછી તરત જ અધિકારીઓને આ ઇનામ ચૂકવવામાં આવ્યું હતું. હેલિકૉપ્ટર ઉતારનાર પાઇલટને આશરે ૨૦ લાખ ડૉલર આપવામાં આવ્યા હતા. આ પૈસા પણ યુનાઇટેડ સ્ટેટ્સ ફન્ડમાંથી વહેંચવામાં આવ્યા હતા. માદુરો પર ઓસામા બિન લાદેન કરતાં બમણું ઇનામ હતું.


