વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં યુવતી દાવો કરી રહી છે કે તે ડોનલ્ડ ટ્રમ્પની સગી દીકરી છે અને કોઈને એ વિશે શક હોવો જોઈએ નહીં
વાઇરલ વિડિયોમાં આ યુવતી ઉર્દૂમાં બોલતી નજરે પડે છે
અમેરિકાના પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પ બીજી વાર ચૂંટાઈ આવ્યા છે ત્યારે પાકિસ્તાનમાં એક યુવતીએ દાવો કર્યો છે કે હું ડોનલ્ડ ટ્રમ્પની દીકરી છું અને તેઓ મારા વાલિદ (પિતા) છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં યુવતી દાવો કરી રહી છે કે તે ડોનલ્ડ ટ્રમ્પની સગી દીકરી છે અને કોઈને એ વિશે શક હોવો જોઈએ નહીં.
વાઇરલ વિડિયોમાં આ યુવતી ઉર્દૂમાં બોલતી નજરે પડે છે અને તે ડોનલ્ડ ટ્રમ્પને વાલિદ તરીકે સંબોધે છે અને કહે છે કે ‘જ્યારે અંગ્રેજ લોકો અહીં આવે છે ત્યારે તેઓ મને જુએ છે અને હેરાન થઈ જાય છે કે આ છોકરી અહીં શું કરી રહી છે. હું મુસ્લિમ છું, પંજાબી છું અને શાંતિપ્રિય છું. ડોનલ્ડ ટ્રમ્પ હંમેશાં મારી મમ્મીને કહેતા હતા કે તું ખૂબ લાપરવાહ છે અને તારી બેટીનું ધ્યાન રાખી શકતી નથી. ફર્સ્ટ લૅડી મેલૅનિયા મારી સાથે ફ્રેન્ડ્લી નહોતી અને એથી મારી મમ્મીને પાકિસ્તાન આવી જવું પડ્યું હતું.’
આ વિડિયોની સચ્ચાઈ કે છોકરીની માનસિક સ્થિતિ બાબતે કોઈ જાણકારી મળી નથી.