લાસ વેગસના ઍરપોર્ટમાં વિમાનની પાંખ પર ચઢી જનારની ધરપકડ
લાસ વેગસના વિમાનની પાંખ પર ચઢી ગયેલા માણસને પકડવા માટે આવેલી પોલીસ અને નીચે પડ્યા બાદ તેની અટકનો વિડિયો ગ્રેબ
લાસ વેગસના ઍરપોર્ટમાં બનેલી એક અસાધારણ ઘટનામાં ૪૧ વર્ષનો શખ્સ ઊડવાની ઘડીઓ ગણાઈ રહી હતી એવા પ્લેનની વિંગ પર ચઢી ગયો હતો, જેને કારણે પ્લેનમાં સવાર પેસેન્જરો અને ઑથોરિટીને મોટો આંચકો લાગ્યો હતો.
ઍલેઝેન્ડ્રો કાર્લ્સન નામનો શખ્સ શનિવારે લાસ વેગસના મેકેરેન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઉડાન ભરવા માટે તૈયાર અલાસ્કા ઍરલાઇન્સના પ્લેન પર ચઢીને જેમ-તેમ કરીને તેની વિંગ્ઝ પર પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
લગભગ ૪૫ મિનિટ સુધી વિંગ પર રહ્યા બાદ તે નીચે પડ્યો હતો, એમ પ્લેનની પેસેન્જર એરિન ઇવાન્સે જણાવ્યું હતું. તેણે આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારીને તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો હતો.

