એનો જવાબ ચીનના આ સંદર્ભમાં નિયંત્રિત કાયદામાં સમાયેલો છે
ચીનમાં સાઇબર સિક્યૉરિટીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે
માઇક્રોસૉફ્ટનાં સર્વરો જ્યારે દુનિયાભરમાં ઠપ થયાં ત્યારે આ આઉટેજની ચીનમાં કોઈ અસર પડી નહોતી. આમ શા માટે થયું એવો સવાલ દુનિયાભરમાં પુછાઈ રહ્યો છે. જોકે એનો જવાબ ચીનના આ સંદર્ભમાં નિયંત્રિત કાયદામાં સમાયેલો છે.
ચીનમાં સાઇબર સિક્યૉરિટીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તેઓ વિદેશી સર્વિસ પ્રોવાઇડર પર ભરોસો રાખતા નથી અને તેમની સર્વિસ સ્થાનિક પાર્ટનર કંપની દ્વારા સંચાલિત થાય છે. ચીન આ મુદ્દે વિદેશી કંપનીઓ પર ઓછો ભરોસો રાખે છે અને એથી માઇક્રોસૉફ્ટના આઉટેજની એના પર કોઈ અસર નહોતી. ચીનમાં ઍરપોર્ટ, બૅન્ક-સર્વિસ અને અન્ય સેવાઓ એકદમ નૉર્મલ હતી.
ADVERTISEMENT
ચીનમાં માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સેવાઓ સ્થાનિક ભાગીદાર 21વાયાનેટ દ્વારા સંચાલિત થાય છે. ચીનમાં આ પ્રકારની નિયમનકારી જરૂરિયાતોને કારણે આ સેટઅપ માઇક્રોસૉફ્ટના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અલગ છે, જે વિદેશી ક્લાઉડ સેવાઓને સ્થાનિક કંપનીઓ દ્વારા સંચાલિત કરવાનો આદેશ આપે છે. પરિણામે, ચીનમાં માઇક્રોસૉફ્ટની સેવાઓની ગોઠવણી અને કામગીરી અન્ય પ્રદેશોને અસર કરતી સમસ્યાઓથી અલગ અને અવાહક છે. આમ આ રીતે ચીનમાં માઇક્રોસૉફ્ટની સેવાઓને કોઈ અસર પડી નહોતી.

