બ્લાસ્ટ આ વખતે રશિયાના દૂતાવાસ નજીક થયો છે, જેમાં 2 રશિયન રાજદૂત સહિત 2ના મોત થયા છે. ધમાકા કાબુલ શહેરના દારુલ અમન વિસ્તારમાં થયો. આ વિસ્તારમાં જ રશિયન દૂતાવાસ છે.
પ્રતીકાત્મક તસવીર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર બ્લાસ્ટથી ખલબલી ઉઠી છે. બ્લાસ્ટ આ વખતે રશિયાના દૂતાવાસ નજીક થયો છે, જેમાં 2 રશિયન રાજદૂત સહિત 2ના મોત થયા છે. ધમાકા કાબુલ શહેરના દારુલ અમન વિસ્તારમાં થયો. આ વિસ્તારમાં જ રશિયન દૂતાવાસ છે.
લોકલ મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે બ્લાસ્ટ રશિયન દૂતાવાસના ગેટ સામે થયો. આ એક આત્મઘાતી હુમલાખોરે અંજામ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દૂતાવાસની બહાર તૈનાત તાલિબાનના સુરક્ષા ગાર્ડ્સે હુમલાખોરને ઓળખી લીધા હતા. તેમણે તેને ગોળી પણ મારી. પણ એકાએક બ્લાસ્ટ થયો.
ADVERTISEMENT
તાલિબાનના લોકલ પોલીસ પ્રમુખ માવલવી સાબિર પ્રમાણે સુસાઈડ બૉમ્બરને ટારગેટ સુધી પહોંચતા પહેલા જ ખતમ કરી દેવામાં આવ્યા.
નોંધનીય છે કે રશિયા તે ગણતરીને દેશોમાં સામેલ છે, જેણે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પણ કાબુલમાં પોતાના દૂતાવાસનું સંચાલન જાળવી રાખ્યું છે. જો કે, મૉસ્કોએ અધિકારિક રીતે તાલિબાનની સરકારને માન્યતા આપી નથી.

