ગઈ કાલે જ ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાને પારસ્પરિક (રેસિપ્રોકલ) ટૅરિફને સંપૂર્ણપણે રદ કરવાની અપીલ કરી હતી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ સામે ચીને શરૂઆતમાં આ અંગે કડક વલણ દાખવ્યું હતું, પરંતુ ધીમે-ધીમે એનું વલણ નરમ પડી રહ્યું છે. ગઈ કાલે જ ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાને પારસ્પરિક (રેસિપ્રોકલ) ટૅરિફને સંપૂર્ણપણે રદ કરવાની અપીલ કરી હતી. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમે અમેરિકાને એની ભૂલો સુધારવા માટે એક મોટો નિર્ણય લેવા, પારસ્પરિક ટૅરિફની ખોટી પ્રથાને સંપૂર્ણપણે રદ કરવા અને એકબીજા પ્રત્યેના સન્માનના સાચા રસ્તા પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વાઘના ગળામાં બાંધેલી ઘંટડી ફક્ત તે વ્યક્તિ જ ખોલી શકે છે જેણે એને બાંધી છે.’

