અમેરિકામાં સૌથી વધુ ૫૧૮ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને ૭૨૦ ફ્લાઇટ્સ મોડી પડી હતી
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરની ડિસ્પ્લે-સ્ક્રીન્સ પર એરરના મેસેજ.
એવિયેશન ડેટા કંપની સિરિયમે જણાવ્યું કે શુક્રવારે આખી દુનિયામાં કુલ ૧,૧૦,૦૦૦ કમર્શિયલ ફ્લાઇટ્સ શેડ્યુલ્ડ હતી જે પૈકી ગઈ કાલે સાંજ સુધીમાં ૩૩૪૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આમ આશરે ૩ ટકા ફ્લાઇટ્સ રદ થઈ હતી.
અમેરિકામાં સૌથી વધુ ૫૧૮ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને ૭૨૦ ફ્લાઇટ્સ મોડી પડી હતી. એ સિવાય ભારતમાં ૨૦૦, જર્મનીમાં ૯૨, ઇટલીમાં ૪૫ અને કૅનેડામાં ૨૧ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અમેરિકામાં ઍરલાઇન્સ ક્ષેત્રની ત્રણ સૌથી મોટી કંપનીઓ ડેલ્ટા, યુનાઇટેડ અને અમેરિકન ઍરલાઇન્સને માઇક્રોસૉફ્ટ આઉટેજનો સૌથી મોટો ફટકો પડ્યો હતો. તેમણે અનેક ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી હતી. જોકે બપોર બાદ અમેરિકન ઍરલાઇને એની કેટલીક ફ્લાઇટ્સ શરૂ કરી હતી.
ફ્રન્ટિયર ઍરલાઇન્સ, એલેજિયન્ટ, સનકન્ટ્રી અને સ્પિરિટ ઍરલાઇન્સ જેવા નાના પ્લેયરોએ પણ તેમની સર્વિસ રોકી દીધી હતી. સ્પેન અને બર્લિનમાં તમામ ઍરપોર્ટની સેવા પ્રભાવિત થઈ હતી. અમેરિકામાં US 911 સર્વિસને ઘણી મોટી અસર પડી હતી.

