પોલીસ-પ્રવક્તા કહે છે કે ૧૯ લોકોનાં જ મોત નીપજ્યાં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કાબુલમાં એક સ્કૂલ પર એક સુસાઇડ બૉમ્બરના હુમલામાં ઓછામાં ઓછાં ૧૦૦ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. એક સ્થાનિક પત્રકાર અનુસાર આ હુમલામાં મોટા ભાગના હઝારાસ અને શિયા સમુદાયના સ્ટુડન્ટ્સ માર્યા ગયા છે.
સ્થાનિક પત્રકાર બિલાલ સરવરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘અમે અત્યાર સુધી અમારા સ્ટુડન્ટ્સના ૧૦૦ મૃતદેહોની ગણતરી કરી છે. મૃત્યુ પામનારા સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે.
ADVERTISEMENT
ક્લાસરૂમ સ્ટુડન્ટ્સથી ખીચોખીચ હતો. અહીં યુનિવર્સિટીની મોક એન્ટ્રન્સ એક્ઝામ ચાલી રહી હતી. જેથી સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીની રિયલ એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર કરી શકાય.’
કાબુલના પશ્ચિમમાં દશ્ત-એ-બરચી એરિયામાં કાજ એજ્યુકેશન સેન્ટરમાં આ બ્લાસ્ટ થયો હતો. વાસ્તવમાં આ એરિયામાં સતત હુમલાઓ થાય છે.
સ્થાનિક પત્રકાર બિલાલ સરવરીએ ૧૦૦ જણનાં મોતની વાત કહી છે, પરંતુ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને કહ્યું હતું કે ‘સ્ટુડન્ટ્સ એક એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ એજ્યુકેશનલ સેન્ટરમાં સુસાઇડ બૉમ્બર ત્રાટક્યો હતો. કમનસીબે ૧૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૨૭ જણને ઈજા થઈ છે.’

