બરોડાના એક પ્રોફેશનલથી લઈને યુએસએમાં આધુનિક ગુલામીમાંથી બચી ગયેલા હેરોલ્ડ ડિસોઝાની સફર જાણવા જેવી છે. તેમનું અને તેમની પત્નીનું શોષણ કરનાર એક તસ્કર દ્વારા ફસાયા પછી તે હિંમતભેર મદદ માટે યુએસ સત્તાવાળાઓ પાસે પહોંચ્યા હતા. હવે તેઓ આઇઝ ઓપન ઇન્ટરનેશનલના પ્રમુખ છે. યુ.એસ.માં સારું જીવન ઇચ્છતા લોકોને મદદ કરવા અને પીડિતોને સહાય કરવા માટે સમર્પિત એનજીઓ ચલાવે છે. તેમને ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત યુએન હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ મેળવ્યો છે. હવે હેરોલ્ડની અસાધારણ સફર ટૂંક સમયમાં જ મોટા બજેટની બોલિવૂડ ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર અમર થવાની છે.














