Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Baroda

લેખ

પ્રતીકાત્મક તસવીર

વિજય હઝારે ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ નક્કી થયું

પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું રાજસ્થાન, મહારાષ્ટ્રની ટક્કર પંજાબ સામે

10 January, 2025 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની સફર સમાપ્ત

ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે પાંચ વિકેટની જીત છતાં મુંબઈની સફર સમાપ્ત થઈ હતી. અમદાવાદમાં ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ દરમ્યાન સૌરાષ્ટ્રની ટીમે ૫૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો

06 January, 2025 11:26 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા

એક ઓવરમાં ચાર સિક્સર ત્રણ દિવસમાં બીજી વાર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટેની T20 ટુર્નામેન્ટમાં તોફાની બૅટિંગ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

30 November, 2024 10:02 IST | Indore | Gujarati Mid-day Correspondent
ભાર્ગવ ભટ્ટ

૨૬ વર્ષ બાદ રણજીમાં બરોડા સામે હાર્યું મુંબઈ

૬ વિકેટ સાથે ભાર્ગવ ભટ્ટનો તરખાટ: ગયા વર્ષની ચૅમ્પિયનને પહેલી જ મૅચમાં ૮૪ રનથી નામોશી જોવી પડી

15 October, 2024 10:17 IST | Vadodara | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું સાયરસ રૂસ્તમ પલ્સેટિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મૅરથોનના લેજન્ડ તરીકે ઓળખાય છે વડોદરાના સાયરસ રૂસ્તમ પલસેટિયા

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. છેલ્લા કેટલાક સમયથી લોકો તેમની હેલ્થની કાળજી લેવા માટે વધુ જાગૃત બન્યા છે. આરોગ્યને સારું રાખવા લોકો યોગા, કસરત સાથે મૅરથોન જેવા બીજા અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે પગલું ભરી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે આપણી સાથે એક એવી વ્યક્તિ છે, જેમનું મૅરથોનમાં દોડવાનું પૅશન આટલું બધુ છે કે તેઓ મૅરથોનના લેજન્ડ તરીકે જાણીતા બન્યા છે. ગુજરાતના વડોદરામાં રહેતા સાયરસ રૂસ્તમ પલસેટિયાએ પોતાના આ પૅશન વિશે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરી, અને મૅરથોનના લેજન્ડ ક્લબમાં સામેલ થવાનો તેમનો પ્રવાસ જણાવ્યો. તો ચાલો જાણીએ સાયરસ રૂસ્તમ પલસેટિયા કઈ રીતે બન્યા મુંબઈ મૅરથોન લેજન્ડ.

20 February, 2025 07:21 IST | Mumbai | Viren Chhaya
બાઇટ્સ બૉમ્બે સેન્ડવિચની લોકપ્રિયતા ઘણી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જાણો વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બોમ્બે સેન્ડવીચનો ઈતિહાસ

આજના સમયમાં ખાણીપીણીની દુનિયા એટલી વિશાળ બની ગઈ છે કે વાનગીઓના મૂળ ક્યાંથી છે અને તે કેવી રીતે શરૂ થઈ હશે તે જાણવું મુશ્કેલ બની ગયું છે. અસલી અને નકલી વાનગીઓનો ભેદ એટલો વધી ગયો છે કે હવે લોકોને સાચું કે ખોટું શું છે તેનામાં રસ રહ્યો નથી. લોકો માટે એકમાત્ર સૂત્ર છે – જ્યાં વાનગી ભાવે ત્યાં આરોગવી અને મોજ કરવી. વડોદરા સંસ્કારી નગરી તરીકે પોતાની અનોખી વાનગીઓ માટે જાણીતી છે, જેમ કે લીલો ચેવડો, લીલા ટોપરાની ભાખરવડી અને સેવ ઉસળ સાથે પાવ જેવા નાસ્તાઓ. શહેરના લગભગ દરેક ખૂણે સેવ ઉસળની લારીઓ જોવા મળે છે, જ્યાં નાસ્તાના શોખીનોની ભીડ જામે છે.પણ 1990થી વડોદરાના આરસી દત્ત રોડ, અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ખાસ ગલી, જે `બોમ્બે સેન્ડવિચ ગલી` તરીકે ઓળખાય છે, નાસ્તાના શોખીનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. શું તમે જાણો છો કે આ `બોમ્બે સેન્ડવીચ ગલી` નો સાચો ઇતિહાસ શું છે? કદાચ તમે ત્યાં ઘણી વખત નાસ્તો કે ભોજન કરવા ગયા પણ હશો. પરંતુ આ ગલીનો ઇતિહાસ એટલો રસપ્રદ છે જે હું તમને આ લેખના માધ્યમથી જણાવીશ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

31 January, 2025 08:18 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
સ્નેહા શેઠ સાથે વડોદરાનાં રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ

એક્સપ્રેશન્સ ઇન થ્રેડઃ દોરાના તાણાવાણામાં જીવતી અને જળવાતી કારીગરીનું પ્રદર્શન

28મી જાન્યુઆરી જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈમાં "એક્સપ્રેશન્સ ઇન થ્રેડ" પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હાથે કરાયું. વડોદરાનાં સ્નેહા શેઠે આ પ્રદર્શન ક્યુરેટ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના કારીગરોના કામને દર્શાવાયું છે જે ભારતના સમૃદ્ધ વારસાનાં પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સ્નેહા શેઠ સાથે વાતચીત કરી.  (તસવીર સૌજન્ય પીઆર)

30 January, 2025 04:54 IST | Mumbai | Chirantana Bhatt
મનમોહન સમોસા

જ્યાફતઃ 55 વર્ષથી વડોદરાના મનમોહન સમોસાનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે

વડોદરા શહેર, જેને સંસ્કાર નગરી અને રાજ્યની કલાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાતના સૌથી સુંદર અને સાંસ્કૃતિક શહેરોમાંનું એક છે. આ શહેર તેના ઐતિહાસિક સ્થાનો જેવાં કે લક્ષ્મી વિલાસ પેલેસ, કિર્તી મંદીર, અને મકરપુરા પેલેસ જેવી હેરીટેજ બિલ્ડિંગ્સ અને સુંદર બાગ બગીચાઓ અને કલા-સંસ્કૃતિ માટે જાણીતું હોવાના લીધે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આકર્ષે છે. આ ઉપરાંત, શહેરનું ફૂડ કલ્ચર પણ મજાનું છે. અહીંના પ્રખ્યાત ફાસ્ટ ફૂડ જોઈન્ટમાંથી એક એટલે કે મનમોહનના સમોસા.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

31 May, 2024 04:25 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનેલા હેરોલ્ડ ડિસોઝાની સંઘર્ષમય સફર, જુઓ વીડિયો

હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનેલા હેરોલ્ડ ડિસોઝાની સંઘર્ષમય સફર, જુઓ વીડિયો

બરોડાના એક પ્રોફેશનલથી લઈને યુએસએમાં આધુનિક ગુલામીમાંથી બચી ગયેલા હેરોલ્ડ ડિસોઝાની સફર જાણવા જેવી છે. તેમનું અને તેમની પત્નીનું શોષણ કરનાર એક તસ્કર દ્વારા ફસાયા પછી તે હિંમતભેર મદદ માટે યુએસ સત્તાવાળાઓ પાસે પહોંચ્યા હતા. હવે તેઓ આઇઝ ઓપન ઇન્ટરનેશનલના પ્રમુખ છે. યુ.એસ.માં સારું જીવન ઇચ્છતા લોકોને મદદ કરવા અને પીડિતોને સહાય કરવા માટે સમર્પિત એનજીઓ ચલાવે છે. તેમને ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત યુએન હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ મેળવ્યો છે. હવે હેરોલ્ડની અસાધારણ સફર ટૂંક સમયમાં જ મોટા બજેટની બોલિવૂડ ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર અમર થવાની છે.

11 August, 2023 07:23 IST | Ahmedabad
સંતાન વિશે શું કહ્યું વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે? જુઓ વીડિયો

સંતાન વિશે શું કહ્યું વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે? જુઓ વીડિયો

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વડોદરાના મહારાણી, રાધિકારાજે ગાયકવાડે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ઇંટરવ્યૂ આપ્યો હતો. ઇંટરવ્યૂ દરમ્યાન તેઓએ કઈ રીતે સામાજિક અપેક્ષાઓ તેમને સમાજમાં વધુ અને વધુ સારું કામ કરવા પ્રોત્સાહિત કરે છે તે વિશે વિસ્તારથી વાત કરી હતી. તેઓએ તેમના LGBTQ+ સમુદાય સાથેના કાર્યો વિશે પણ વાત કરી હતી. મહારાણી રાધિકારાજે ગાયકવાડ પાસે હ્યુમર સેન્સ પણ સારી છે. જ્યારે આ રાણીને શું કરવું તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સરસ રમૂજી જવાબો આપ્યા હતા. વધુ જાણવા માટે આજે જ વિડીયો જુઓ.

07 August, 2023 04:57 IST | Vadodara
મારી દીકરીએ પૂછ્યું કે શું હું દીકરો દત્તક લેવાનું વિચારું છું- વડોદરાના મહારાણી

મારી દીકરીએ પૂછ્યું કે શું હું દીકરો દત્તક લેવાનું વિચારું છું- વડોદરાના મહારાણી

વડોદરાના મહારાણી, હર હાઇનેસ રાધિકારાજે ગાયકવાડે, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરામાં ગુજરાતી મિડ-ડે ખાસ ઈન્ટરવ્યૂ આપ્યો. આ ઈન્ટરવ્યૂ દરમિયાનની તેમની નિખાલસ વાતચીતમાં તેમણે પોતાના ખાનગી જીવન તથા તેમને બે દીકરીઓ છે અને દીકરાના મોહ વિશે કેટલીક ઊંડી અને ગહન વાતો કરી. આ ઈન્ટરવ્યૂમાં તેમણે બીજા એવા કયા ખુલાસા કર્યા તે જાણવા માટે જુઓ આખો વીડિયો..

04 August, 2023 10:01 IST | Vadodara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK