ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર
પ્રતીકાત્મક તસવીર
કાલાવડથી ૧૫થી ૨૦ કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડિયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં છનાં મોત નીપજ્યાં છે અને ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે છનાં મોત છે અને બે ઘાયલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હૉસ્પિટલ ખસેડાયા છે.
આ પણ વાંચો : અરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
ADVERTISEMENT
અકસ્માતમાં કમકમાટીભર્યાં પાંચનાં મોત નીપજ્યાં છે તે તમામ જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. રસ્તા પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઘટનાથી આસપાસના ગામલોકોએ દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

