જામનગરમાં ભૂકંપના બે આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ ફેલાયો
ભૂકંપ
રાજ્યમાં હમણાંથી ભૂકંપના આંચકા અનુભવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઈને ભૂતકાળની યાદો ફરી તાજી થઈ ગઈ હતી. જામનગરમાં ગઈ કાલે રાત્રે બે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જામનગરમાં ગણતરીની મિનિટમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ભયના કારણે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે.
આ પણ વાંચો : તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઈને ભૂતકાળની યાદો ફરી તાજી થઈ ગઈ હતી. ગઈ કાલે રાત્રે ૧૧.૦૪ અને ૧૧.૦૯ વાગ્યે આવેલા ઉપરાઉપરી બે ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૫ અને ૨.૩ નોંધાઈ હતી. જોકે હજી સુધી ભૂકંપને લઈને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

