૧૦ પોલીસને થઈ ઈજા
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લામાં એક કથિત ગુનેગારની ધરપકડ કરતી વખતે સ્થાનિક લોકોએ પથ્થરો અને અન્ય વસ્તુઓ વડે હુમલો કરતાં મુંબઈના દસ પોલીસ ઘાયલ થયા હતા. બુધવારે
મોડી રાત્રે મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનની એક ટીમ ગંભીર ગુનામાં સંડોવાયેલી એક વ્યક્તિની ધરપકડ કરવા કલ્યાણ નજીક આંબિવલીમાં ઈરાની બસ્તી વિસ્તારમાં પહોંચી હતી. આ વિસ્તારમાં પોલીસની હાજરીના સમાચાર ફેલાતાં જ મહિલાઓ સહિત કેટલાક સ્થાનિક લોકોએ તેમના પર પથ્થરો અને અન્ય વસ્તુઓ વડે હુમલો કર્યો હતો. એમાં ઓછામાં ઓછા દસ પોલીસ ઘાયલ થયા હતા. કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરે જણાવ્યું હતું કે પોલીસને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેઓ આ વિસ્તારથી પરિચિત નહોતા. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ગુનેગારોને પકડવા ગયેલી પોલીસ પર હુમલા થઈ ચૂક્યા છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

