વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘યોગ મુદ્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
05 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi