નવરાત્રિમાં બે-ચાર જૂની ચણિયાચોળીથી કામ ચાલી જાય, પણ બાકીના દિવસો માટે વર્ષે કંઈક નવું લેવાનું તો ઊભું જ હોય. નવેનવ દિવસ કંઈક નવું પહેરવું હોય તો આજે મિડ-ડેની ટીમ મુંબઈનાં ત્રણ પ્રાઇમ લોકેશન્સમાં સર્વે કરીને ખાસ શું ટ્રેન્ડમાં છે એ જાણી લાવી છે. પ્રસ્તુત છે એની તસવીરી ઝલક
નવરાત્રિ શરૂ થવાને હવે માંડ થોડા દિવસ જ બાકી રહ્યા છે પણ એનું શૉપિંગ મહિનાઓ પૂર્વેથી જ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને કપડાંનું. દર વખતની જેમ આ વખતે પણ ખૈલેયાઓનાં કપડાંઓથી બજારો ઊભરાઈ રહી છે. એટએટલી વરાઇટી, જાતજાતનાં કલર- કૉમ્બિનેશન, નિતનવી પૅટર્ન, ભાતભાતના કામ સાથેનાં કપડાં જોઈને એક મિનિટ માટે મગજ કામ કરતું બંધ થઈ જાય છે કે શું લેવું અને શું ન લેવું. એમાં પણ જો તમે એવી માર્કેટમાં ઘૂસી જાઓ જ્યાં આવાં કપડાંનો ખજાનો હોય તો પછી પૂછવું જ શું. અહીં અમે આપેલી પ્રાઇસ ફેરિયાવાળાભાઈએ કહેલી પ્રાઇસ છે. એમાં બાર્ગેન કરવાની તમારી કળા પર નિર્ભર કરે છે કે આ વસ્તુઓ તમને કયા રેટમાં મળશે.
દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું શોપિંગ?
30 September, 2024 05:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent