સ્ત્રીઓને માટે સમાજે હંમેશા દેખાવની પરિભાષાઓ બાંધી છે. ગોરી, પાતળી, ઊંચી સ્ત્રીઓને આદર્શ ગણાય છે પણ હવે તો ઘણું બધું બદલાયું છે. છતાં લોકો શું કહેશેની ચિંતામાં અલગ અલગ વયની સ્ત્રીઓને સંઘર્ષ વેઠવો જ પડે છે પણ આ બધા જ બંધનો અને વિચારોને પડકારવાનું સૌથી મોટું શસ્ત્ર છે બૉડી પૉઝિટીવીટી અને સેલ્ફ લવ... આ બંને વિચારો પર વિગતવાર વાત કરે છે MICA - મુદ્રા સ્કૂલ ઑફ કોમ્યુનિકેશન અમદાવાદનાં પ્રોફેસર ફાલ્ગુની વસાવડા, જેઓ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ટેડેક્સ વક્તા પણ છે.