Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મૅન્ટાસ્ટિકના એપિસોડમાં આજે મળો અક્ષત પરીખેને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

ગળથૂથીમાં સંગીત પામનાર અક્ષત પરીખે બંદિશ બેન્ડિટ્સ દ્વારા ગુરુને આપી ટ્રિબ્યૂટ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે `દર્દ` વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અક્ષત પરીખને. અક્ષત પરીખની વાત કરીએ તો શાસ્ત્રીય સંગીત સાંભળવાનો લ્હાવો તો જાણે તેમને જાણે ગળથૂથીમાં મળ્યો છે અને શીખવાની શરૂઆતમાં પણ એમ કહી શકાય કે અભિમન્યૂની જેમ માતાનાં ઉદરમાં રહીને થઈ ગઈ હતી. જો શાસ્ત્રીય સંગીત અને સૂર જે બાળકમાં બાળપણથી મૂળ રોપાયાં હોય તો એનો સંગીત સાથેનો નાતો અનેરો ન હોય તો અચરજની વાત છે. તો આજે આપણે જાણીએ અક્ષત પરીખ વિશે, તેમના સંગીત વિશેની કેટલીક ખાસ વાતો...

11 December, 2024 02:00 IST | Mumbai | Shilpa Bhanushali
ટ્વિશા અને વિકી વિજય, રાત જવાન હૈની બિહાઈન્ડ ધ સીન્સની તસવીરોનો કૉલાજ

રાત જવાન હૈ:પતિ-પત્ની બન્ને જ્યારે એક સેટ પર સાથે કરે કામ, તો કંઈક આવો હોય માહોલ

સુમીત વ્યાસ દ્વારા નિર્દેશિત અને ખ્યાતિ આનંદ દ્વારા લિખિત ઇન્ડિયન સિરીઝ રાત જવાન હૈમાં ગુજરાતી કપલે પણ કામ કર્યું છે. આ સીરિઝ સોનીલિવ પર લાઈવ કરવામાં આવી. સ્પેશિયલ સ્ક્રીનિંગ 9 ઑક્ટોબરના રોજ મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. આ સીરિઝની સ્ટોરીની વાત કરીએ તો બાળપણના ત્રણ મિત્રો જ્યારે યુવાનીમાં પેરેન્ટ્સ બને છે અને તેમની સામે બાળકોના ઉછેર વખતે જે પ્રશ્નો આવે છે તેની આસપાસ વણાયેલી છે. હવે જે કપલ વિશે આજે આપણે વાત કરવાના છીએ તેમની લવસ્ટોરી પણ કંઈક આની આસપાસની છે તો જાણીએ તેમના વિશે વધુ...

13 November, 2024 11:15 IST | Mumbai | Shilpa Bhanushali
ઓટીટી પ્લેટફોર્મ Sony LIV પર જ 25મી ઑક્ટોબરથી શરૂ થતા મિલિયન ડૉલર લિસ્ટિંગ ઇન્ડિયામાં હાઇ-સ્ટેક ડીલ અને કટથ્રોટ હરીફાઈ કરવા પાછળના તમામ ઍક્શન જુઓ!

મિલિયન ડૉલર લિસ્ટિંગ ઈન્ડિયામાં મિલિયન-ડૉલરની ડીલ કરશે આ છ પ્રભાવશાળી રિયલ્ટર્સ

ભારતમાં નવી અનસ્ક્રીપ્ટેડ કન્ટેન્ટમાં અગ્રેસર રહીને, Sony LIV બે વખતની એમી-નોમિનેટેડ સિરીઝ મિલિયન ડૉલર લિસ્ટિંગના ઈન્ડિયન વર્ઝન સાથે ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. બનિજય એશિયા દ્વારા નિર્મિત, આ ગ્રાઉન્ડબ્રેકિંગ શો ભારતના સૌથી વધુ ઇચ્છિત ઘરો અને લક્ઝરી રિયલ એસ્ટેટની ઉચ્ચ દાવવાળી દુનિયાની વિશિષ્ટ ઝલક પ્રદાન કરે છે. મિલિયન ડૉલર લિસ્ટિંગ વૈશ્વિક સ્તરે એનબીસીયુનિવર્સલ ફોર્મેટ્સ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત છે, જે યુનિવર્સલ ઇન્ટરનેશનલ સ્ટુડિયોનો એક વિભાગ છે, જે યુનિવર્સલ સ્ટુડિયો ગ્રુપનો ભાગ છે. સોની LIV પર 25મી ઑક્ટોબરના રોજ લૉન્ચ થવા માટે સેટ આ સિરીઝ છ પ્રભાવશાળી રિયલ્ટર્સને પ્રદર્શિત કરશે કારણ કે તેઓ ભારતના શાનદાર સ્થાનો પર વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટ દ્રશ્યને નેવિગેટ કરશે, જે રસ્તામાં મિલિયન-ડૉલરના સોદા કરશે. ન્યુ ઈન્ડિયાના આ મહત્વાકાંક્ષી પ્રવાસમાં સિરીઝ સાથે જોડાઈને રોમાંચક સીઝનના રિયલ્ટરને મળવા માટે તૈયાર થઈ જાઓ.

19 October, 2024 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લેજન્ડ્સ ઑફ ડિઝાઇન શોના રિલીઝ પહેલા પ્રિમીયર યોજવામાં આવ્યું હતું. જેમાં શોની સંપૂર્ણ કાસ્ટે હાજર રહીને પહેલો એપિસોડ જોયો હતો.

Legends of Design: પ્રખ્યાત બિલ્ડીંગ બનાવનાર આર્કિટેક્ટ્સના જીવન વિશે જાણો છો?

દરેક વ્યક્તિના જીવનમાં રોટી, કપડાં અને મકાન સૌથી મહત્ત્વના હોય છે, પણ આજના સમયમાં તો મકાન માત્ર એક જરૂરત નહીં પણ લાઇફસ્ટાઇલનું સ્ટેટસ બની ગયું છે. મારુ ઘર સૌથી સુંદર હોવું જોઈએ એવું દરેકને લાગે છે. લોકોના આ જ સ્વપ્નાને આર્કિટેક્ટ્સ પૂર્ણ કરે છે. આ સાથે દેશ અને વિદેશોમાં પણ અનેક એવી ઈમારતો છે જે પોતામાં જ એક અજાયબી હોય છે. દુનિયાના સાત આજુબા આર્કિટેક્ચર્સના સૌથી ઉત્તમ ઉદાહરણ છે, જો કે આ સાથે પણ ભારતમાં એવી અનેક ઈમારતો અને પ્રોજેક્ટ્સ છે જેના પાછળ ભારતના કેટલાક આર્કિટેક્ટ્સ તનતોડ મહેનત કરે છે, પણ દેશને વિકાસની દ્રષ્ટિએ આગળ વધારતા આ આર્કિટેક્ટ્સને ખૂબ જ ઓછા લોકો જાણે છે, જેથી દેશના વિકાસમાં મહત્ત્વનો રોલ ભજવનાર આર્કિટેક્ટ્સના જીવનને દર્શાવતો એક શો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં દેશના અનેક જાણીતા આર્કિટેક્ટ્સના જીવનથી જોડાયેલા સંઘર્ષ અને સફળતાને એકદમ સ્પષ્ટ રીતે આવી છે. ‘વર્લ્ડ ઑફ બ્રાન્ડ્સ’ના યુટ્યુબ ચેનલ પર દર શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. આ શોમાં જાણીતા ગુજરાતી અભિનેતા કરણ મહેતાએ હોસ્ટ કર્યો છે અને પ્રતિક વ્યાસ અને પ્રતિક હરપળેએ ડિરેક્ટ કર્યો છે. આ શો ભારતનો એવો પહેલો ટોક શો છે જે આર્કિટેક્ટ્સની સફરને દુનિયા સામે રજૂ કરે છે. ‘લેજન્ડ્સ ઑફ ડિઝાઇન’ના હોસ્ટ કરણ મહેતાએ આ શો બાબતે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સામે વાત કરી હતી. તો જાણીએ શું છે આ માહિતીપ્રદ શોમાં.

13 August, 2024 09:45 IST | Mumbai | Viren Chhaya
ટ્રિપલિંગ, `ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કોટા ફેક્ટરીના પોસ્ટરનું કોલાજ

Friendship Day 2024: મિત્ર સાથેના બોન્ડને વધુ મજબૂત બનાવશે આ ફિલ્મ અને વેબ સિરીઝ

ફ્રેન્ડશિપ આવી ગયો છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રોની સાથે ઉજવણી કરવાનો અને પ્રેમ વરસાવી તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનોની ઉજવણી કરવાનો સમય છે. જેથી આ ફ્રેન્ડશિપડે પર તમે ખાતરી કરો કે, તમારા ફ્રેન્ડ્સ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવો, સ્ટોરીઝ શૅર કરવી અને સારા સમયની યાદ આપવા જેવુ કંઈ જ નથી. જેથી આ ફ્રેન્ડશિપડે પર અમે તમારી માટે લઈને આવ્યા છે એવી વેબ સિરીઝ, મુવીઝ અને શો જે તમારી મેમરેબલ મિત્રતા અને જીવન પર લાંબા સમય સુધી સારી છાપ છોડશે અને તે ક્ષણને તમારી માટે યાદગાર બનાવશે. આ સ્ટોરીઝ તમને હસાવશે, રડાવશે અને તમારા જીવનમાં મહત્ત્વના લોકોને પ્રતિબિંબિત કરશે જેઓ તેમના પ્રેમ, સમર્થન અને અતૂટ વફાદારીથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.

03 August, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ દુબે, શાહરુખ ખાન અને ક્રિશ્ચિયન બેલની તસવીરોનો કોલજ

આ એક્ટર્સે ફિલ્મ માટે કર્યું છે સૌથી બેસ્ટ ટ્રાન્સફોર્મેશન, જુઓ તસવીરોમાં

ફિલ્મ હોય કે પાછો કોઈ ટીવી-શો એક્ટર્સ તેમના રોલને જીવંત બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. અનેક વખત એક્ટર્સે તેમના રોલને પ્લે કરવા માટે પોતાના શરીરમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવા પડે છે. આ ફેરફારમાં અનેક વખત એક્ટર્સને વજન વધારવાથી લઈને વજન ખૂબ જ ઓછો કરવા સુધી પોતાને બદલવું પડે છે, કે પછી બૉડી બનાવવી હોય વગરે પ્રકારે એક એકટરને તેના રોલ માટે મહેનત કરવી પડે છે. આવું કરવાથી તેમનો રોલ ફિલ્મ કે શોમાં વધુ વાસ્તવિક બનવાની સાથે એક મોટો ઇમ્પેક્ટ પણ પાડે છે. તાજેતરમાં અભિનેતા રવિ દુબેએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ પોસ્ટમાં રવિ દ્દુબેનું એકદમ શોકિંગ ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. રવિએ આ ટ્રાન્સફોર્મેશન તેની આગામી વેબ-સિરીઝ ‘મત્સ્ય કાંડ’ માટે કર્યું હતું. અહીં જણાવવાનું કે રવિ દુબે એકમાત્ર એવો અભિનેતા નથી જેણે એક્ટિંગ પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ પેહલા પણ શાહરુખ ખાનથી લઈને હૉલીવૂડના ક્રિશ્ચિયન બેલ જેવા અભિનેતાઓએ તેમની ફિલ્મમાં એવા રોલ કર્યા છે જે ફિલ્મ આજે ઇતિહાસમાં શ્રેષ્ઠ બની ગઈ છે. ચાલો જાણીએ આ અભિનેતાઓ વિશે. (તસવીર સૌજન્ય : પીઆર)

20 May, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હીરામંડીમાં પાત્ર ભજવનાર સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલ મેહતા

કોણ છે સંજય લીલા ભણસાલીની ભાણેજ, જેણે હીરામંડીમાં ભજવ્યું...

Sanjay Leela Bhansali Niece Sharmin Segal: હીરામંડી ધ ડાયમંડ બજારમાં સંજય લીલા ભણસાલીની ભાણેજીએ પણ કામ કર્યું છે. તેમની ભાણેજ છેલ્લા ઘણાં સમયથી તેમને અસિસ્ટ કરી રહી છે અને હવે તેને સંજય લીલા ભણસાલીએ હીરામંડીમાં ડિરેક્ટ પણ કરી છે, જાણો તેના વિશે વધુ...

06 May, 2024 02:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘હીરામંડી’ના સોલો પોસ્ટર્સ

સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ની હિરોઇન્સમાં છલકાય છે ભવ્યતા

Sanjay Leela Bhansali’s Heeramandi : સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ વૅબ સિરીઝ ‘હીરામંડી’ શરુઆતતથી જ ચર્ચામાં છે. આ વૅબ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચડ્ઢા અને શરમીન સેગલ મુખ્ય ભૂમિકામાં છે. દમદાર ટીઝર રિલીઝ કર્યા પછી, હવે નિર્માતાઓએ દરેક અભિનેત્રીના અદભૂત સોલો પોસ્ટર્સનું અનાવરણ કર્યું છે. જેણે દર્શકોમાં વધુ ઉત્સુકતા જગાડી છે. ચાલો જોઈ લો અભિનેત્રીઓના લૂક્સ આ સોલો પોસ્ટર્સમાં…

29 February, 2024 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK