ઇમરાન હાશ્મી ઇચ્છે છે કે ધી કિસ ઑફ લાઇફ પરથી વેબ-સિરીઝ બને
ઇમરાન હાશ્મી
૨૦૧પથી ૨૦૧૭નાં બે વર્ષનો પિરિયડ ઇમરાન હાશ્મી માટે જબરદસ્ત ખરાબ હતો. આ સમય દરમ્યાન ઇમરાનના ૭ વર્ષના દીકરા અયાનને કૅન્સર ડિટેક્ટ થયું હતું, જેની સારવાર મુંબઈ અને કૅનેડામાં કરવામાં આવી હતી. અયાન હવે કૅન્સર-મુક્ત છે. અયાનની આ પીડાદાયી જર્ની અને તેની સાથે ઇમરાન અને તેની વાઇફની મનોદશા પર ઇમરાન હાશ્મીએ બિલાલ સિદ્દીકી સાથે ‘ધી કિસ ઑફ લાઇફ’ ટાઇટલ સાથે બુક પણ લખી છે.
આ પણ વાંચો : મિશન ઝુલ્ફિકાર પછી શ્રીકાંતની લાઇફમાં શું થાય છે એ એક્સપ્લોર કરીશું
ADVERTISEMENT
ઇમરાન ઇચ્છે છે કે તેની આ બુક પરથી વેબ-સિરીઝ બને જેથી લોકોમાં કૅન્સર વિશે જાગૃતિ આવે અને લડત આપવાથી કૅન્સર જેવી બીમારીથી કેવી રીતે બહાર આવી શકાય એ પણ જાણવા મળે. બુક પરથી જો વેબ-સિરીઝ બનાવવામાં આવે તો એ કેવી હોય એનો રફ ડ્રાફ્ટ અત્યારે બુકનો કો-રાઇટર બિલાલ તૈયાર કરી રહ્યો છે. બિલાલ સિદ્દીકી ઑલરેડી શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના ક્રીએટિવ ડિપાર્ટમેન્ટમાં છે, જેને લીધે શાહરુખ પણ આ પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યો છે.

