વિશાલ આદિત્ય સિંહ હવે ‘ચાંદ જલને લગા’માં કનિકા માન સાથે રોમૅન્સ કરતો જોવા મળશે. કલર્સ પર આ નવી સિરિયલ શરૂ થઈ રહી છે જેમાં ફેરીટેલ રોમૅન્સ જોઈ શકાશે
ફાઇલ તસવીર
વિશાલ આદિત્ય સિંહ હવે ‘ચાંદ જલને લગા’માં કનિકા માન સાથે રોમૅન્સ કરતો જોવા મળશે. કલર્સ પર આ નવી સિરિયલ શરૂ થઈ રહી છે જેમાં ફેરીટેલ રોમૅન્સ જોઈ શકાશે. આ સ્ટોરી બે ચાઇલ્ડહુડ સ્વીટહાર્ટની છે જે દેવ અને તારા હોય છે. દેવનું પાત્ર વિશાલ ભજવી રહ્યો છે અને તારાનું પાત્ર કનિકા ભજવી રહી છે. તેઓ એકમેકને પ્રેમ કરે છે, પરંતુ સંજોગો એવા ઊભા થાય છે કે તેમણે એકમેકથી દૂર થવું પડે. જોકે તેઓ લાઇફમાં ફરી એકમેક સાથે ક્રૉસ થાય છે. તેમની લવ સ્ટોરીમાં ફરી શું થાય છે એ જોવું રહ્યું. આ સૉન્ગના ટાઇટલ ટ્રૅક માટે અમિત મિશ્રા અને અંતરા મિત્રાએ અવાજ આપ્યો છે. દેવના પાત્ર વિશે વાત કરતાં વિશાલે કહ્યું કે ‘મારા નવા શો ‘ચાંદ જલને લગા’ એક એવો શો છે જેની સ્ટોરી પૂરી થવા છતાં પણ પૂરી નથી થતી. કલર્સ સાથે કામ કરવું હંમેશાં ઘરે આવવા સમાન છે. આ પ્રોજેક્ટને લઈને હું ઉત્સાહી છું. મારા પાત્ર દેવને લઈને લોકોનું રીઍક્શન પણ જાણવા માટે હું આતુર છું. મારા અગાઉના રોલ માટે મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને મને આશા છે કે દર્શકો આ પાત્રને પણ પ્રેમ આપશે. આ માટે વધુ માહિતી માટે રાહ જુઓ.’
તારાના પાત્ર વિશે કનિકાએ કહ્યું કે ‘દર્શકોને મારો તારાનો રોલ દેખાડવા માટે હું આતુર છું. આ એક એવી યુવાન મહિલા છે જે તેના પિતાનું સન્માન હંમેશાં સાચવતી હોય છે. પ્રેમની વાત હોય ત્યારે સૌથી સ્ટ્રૉન્ગ વ્યક્તિ પણ નબળો બની જાય છે. આ શો દ્વારા હું મારી ફેવરિટ ચૅનલ પર ફરી પાછી આવી રહી છું. હું એક પેશનેટ લવ સ્ટોરી માટે હું લીડ રોલ ભજવી રહી છું.’

