ડાકુઓએ સંજય દત્તના અપહરણનો કર્યો હતો પ્રયાસ, થયો ખુલાસો
સંજય દત્ત
બોલીવુડ સ્ટાર સંજય દત્તની છબી હંમેશા ગેન્ગસ્ટરવાળી જ રહી છે, ભલે પછી તે રીલ લાઇફ હોય કે પછી રિયલ લાઇફ. જો કે, એક વાર સંજય દત્તના અપહરણનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ કિડનેપર્સ તેમાં સફળ થઈ શક્યા નહીં. સોની ટીવી પર આવતાં ધ કપિલ શર્મા શૉમાં આ વખતના ગૅસ્ટ સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્ત રહ્યા. તેની સાથે ફિલ્મ પ્રસ્થાનમની કાસ્ટ પણ સેટ પર પહોંચી હતી. જ્યાં જઇને તેમણે ખૂબ ધમાલ મસ્તી કરી.
ADVERTISEMENT
દરમિયાન કપિલ શર્માએ સંજય દત્ત અને ટીમ પ્રસ્થાનમ સાથેની કેટલીક અફવાઓ વિશે પણ પૂછ્યું. ત્યારે કપિલ શર્માએ પૂછ્યું કે એક અફવા છે કે ફિલ્મ મુઝે જીને દોની શૂટિંગ દરમિયાન તમને કિડનેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? આ પ્રશ્નનો જવાબ આપતા સંજય દત્તે આખી ઘટના જણાવી. આ પહેલા જણાવીએ કે આ ફિલ્મ સંજય દત્તના પિતા સુનીલ દત્તની છે અને તે વખતે સંજય દત્ત ખૂબ જ નાના હતા.
કપિલ શર્માના સવાલનો જવાબ આપતાં સંજય દત્તે જણાવ્યું કે, "મારું અપહરણ નહોતું થયું, પણ હા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હકીકતે, ફિલ્મ મુઝે જીને દોની શૂટિંગ દરમિયાન રૂપા ડાકૂ સેટ પર આવ્યા હતા. તેણે મને ઉપાડી લીધો અને દત્ત સાહબ (સુનીલ દત્ત)ને પૂછ્યું કે ફિલ્મમાં કેટલા પૈસા ખર્ચ્યા છે, ત્યારે દત્ત સાહેબે કહ્યું 15 લાખ રૂપિયા. ત્યાર બાદ તેણે કહ્યું, - જો અમે આને (સંજય દત્ત)ને લઇ જઈએ તો કેટલા રૂપિયા આપશે. ત્યાર પછી મને અને માઁને મોકલી દીધા."
આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ
સંજય દત્તે કહ્યું કે, "મારું અપહરણ નથી કર્યું, પણ ડાકૂઓનો ઇરાદો હતો." જણાવીએ કે સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ, 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થઈ રહી છે. 'પ્રસ્થાનમ' આ નામથી આવેલી તેલુગુ ફિલ્મની રીમેક છે. જેને દેવા કટ્ટાએ ડીરેક્ટ કરીછે. તેલુગુ વર્ઝનનું નિર્દેશન પણ દેવાએ જ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય સાથે મનીષા કોઇરાલા, અલી ફઝલ, ચંકી પાંડે, અમાયરા દસ્તૂર અને જેકી શ્રૉફ પણ લીડ રોલમાં દેખાશે.

