બિગ બૉસની જર્નીથી સંતુષ્ટ છે રાહુલ મહાજન
રાહુલ મહાજન
રાહુલ મહાજનનું કહેવું છે કે તે ‘બિગ બૉસ’ની જર્નીથી સંતુષ્ટ છે. હાલમાં જ ‘બિગ બૉસ’ની સીઝન 14માંથી તેને બહાર કાઢવામાં આવ્યો છે. ‘બિગ બૉસ’ હાઉસની અંદર એક ટાસ્ક દરમ્યાન રાખી સાવંતે રાહુલ મહાજનનાં કપડા ઉતાર્યાં હતાં. એનાથી ખૂબ વિવાદ થયો હતો. જોકે શોમાંથી બહાર કાઢવામાં આવતાં રાહુલે કહ્યું હતું કે ‘હું ઠીક છું. હું દુઃખી નથી. પરંતુ ઘરમાંથી બહાર કાઢવામાં આવતાં હું ખુશ નથી. હું મારી વાઇફ અને પ્રિયજનો સાથે છું તો એ રીતે હું ખુશ છું. જો સેકન્ડ સીઝનની વાત કરું તો હું અલગ અને સિંગલ હતો. એ સમયે મારાં લગ્ન પણ નહોતાં થયાં. હું ત્યારે ૩૩ વર્ષનો હતો. ઘણુંબધું કરી શકતો હતો અને આનંદ લઈ શકતો હતો. એવી અનેક વસ્તુઓ છે જે હું હાલમાં મારી ઉંમર અને મૅચ્યોરિટી પ્રમાણે નથી કરી શકતો. વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ છે. હું મારી જર્નીથી સંતુષ્ટ છું.’

