બિગ બૉસ’માં આવ્યા બાદ શમીતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજાની નજીક આવ્યાં હતાં.
‘બિગ બૉસ 15’ બાદ રાકેશ બાપટ સાથે મેં કોઈ સંપર્ક નથી રાખ્યો : નિશાંત ભટ્ટ
નિશાંત ભટ્ટનું કહેવું છે કે ‘બિગ બૉસ 15’ બાદ રાકેશ બાપટ સાથે તેણે કોઈ સંપર્ક નથી રાખ્યો. અન્ય કન્ટેસ્ટન્ટ્સ સાથે તે આજે પણ વાતચીત કરે છે. ‘બિગ બૉસ’માં આવ્યા બાદ શમીતા શેટ્ટી અને રાકેશ બાપટ એકબીજાની નજીક આવ્યાં હતાં. જોકે ગયા વર્ષે તેમના બ્રેકઅપની ચર્ચા હતી. રાકેશ સાથે સંબંધ ન હોવાનું જણાવતાં નિશાંત ભટ્ટે કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો હું રાકેશ સાથે કોઈ સંપર્કમાં નથી, કારણ કે કેટલીક ફ્રેન્ડશિપ માત્ર શો પૂરતી જ યોગ્ય હોય છે. ત્યાર બાદ એને ખેંચવાનો કોઈ અર્થ નથી. એટલે ‘બિગ બૉસ 15’ બાદ રાકેશ બાપટ સાથે હું કોઈ પ્રકારના સંપર્કમાં નથી.’

