મેં ‘હૅરી પૉટર’ અને ‘ગેમ ઑફ થ્રોન્સ’ સિરીઝની દરેક બુક વાંચી કાઢી છે. - કીર્તિ નાગપુરે
કીર્તિ નાગપુરે
કીર્તિ નાગપુરે ‘હૅરી પૉટર’ની ખૂબ જ મોટી ફૅન છે. તે ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં તુલસીના પાત્રમાં જોવા મળી રહી છે. તે ખૂબ જ હેક્ટિક શેડ્યુલમાં કામ કરે છે, પરંતુ જ્યારે પણ તેને સમય મળે કે તે તરત જ બુક લઈને બેસી જાય છે. આ વિશે વાત કરતાં કીર્તિ નાગપુરેએ કહ્યું કે ‘મારા બાળપણથી જ મને બુક્સ ખૂબ જ પસંદ છે. ફિક્શન અને માઇથોલૉજીની બુક્સ મને ખૂબ જ પસંદ છે. ઇન્ટરેસ્ટિંગ બુકને લઈને મારું સ્ટ્રેસ ખૂબ જ ઓછું થઈ જાય છે. હેક્ટિક શેડ્યુલ હોય તો પણ મને થોડોઘણો સમય મળતાં હું બુક લઈને બેસી જાઉં છું. ઘણા ઓછા લોકોને ખબર હશે, પરંતુ હું ‘હૅરી પૉટર’ની ખૂબ જ મોટી ફૅન છું. મેં ‘હૅરી પૉટર’ અને ‘ગેમ ઑફ થ્રોન્સ’ સિરીઝની દરેક બુક વાંચી કાઢી છે. મારા પેરન્ટ્સ પાસેથી આ ટેવ મને વારસામાં મળી છે. મારા બાળપણમાં મારી દરેક સિદ્ધિમાં મને બુક ગિફ્ટમાં મળતી હતી. મારું માનવું છે કે મહિનામાં એક નૉવેલ તો દરેકે પૂરી કરવી જ જોઈએ.’

