ખુશ છું કે લગ્ન કરવામાં મોડુ નથી કર્યું: ગૌહર ખાન
ગૌહર ખાન
ગૌહર ખાનનું કહેવું છે કે તે ખુશ છે કે ઝૈદ દરબાર સાથે લગ્ન કરવામાં તેણે મોડુ નથી કર્યું. આ બન્નેએ તાજેતરમાં જ લગ્ન કરી લીધા છે. ગૌહર ‘બિગ બૉસ 7’ની વિનર હતી. ઝૈદ સાથેનાં લગ્ન વિશે ગૌહરે કહ્યું હતું કે ‘આ ખરેખર અદ્દભુત છે. હું ખુશ છું અને લક્કી છું કે મને ઝૈદ મળ્યો છે. સાથે જ એ વાતની પણ ખુશી છે કે લગ્ન કરવામાં અમે મોડુ નથી કર્યું.’

