તેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર પણ એકમેકની પોસ્ટ પર કમેન્ટ અને લાઇક કરવાનું ઓછું કરી દીધું છે.
સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા
સિદ્ધાંત ચતુર્વેદી અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની કહેવાતી રિલેશનશિપનો અંત આવ્યો હોવાની ચર્ચા છે. તેઓ સોશ્યલ મીડિયા પર એકમેકની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યાં હોવાથી તેમની વચ્ચે રિલેશનશિપની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ તેઓ ઘણી ઇવેન્ટમાં અને જાહેરમાં સાથે દેખાતાં આ વાતને વધુ વેગ મળ્યો હતો. તેમણે બન્નેએ સાથે મળીને રેલિશનશિપનો અંત આણવાનું નક્કી કર્યું છે અને હવે તેઓ ફક્ત ફ્રેન્ડ્સ બની રહેવા માગે છે. તેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર પણ એકમેકની પોસ્ટ પર કમેન્ટ અને લાઇક કરવાનું ઓછું કરી દીધું છે.