કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે 'એ મેરે દેશ' ગીતથી સિંગિંગમાં કર્યો ડેબ્યુ
પાર્થ ભરત ઠક્કર
પાર્થ ભરત ઠક્કર જાણીતા ગુજરાતી કમ્પોઝર છે. ગુજરાતી ફિલ્મોમાં તેમણે સંખ્યાબંધ હિટ ગીતો કમ્પોઝ કર્યા છે, ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. જો કે હજી સુધી પાર્થે પોતે કોઈ ગીત નહોતું ગાયું. કેટલાક ગીતમાં તેમના નાનકડા ચંક જરૂર હતા, પરંતુ પહેલીવાર પાર્થે સિંગિંગમાં ડેબ્યુ કર્યો છે. પાર્થ ભરત ઠક્કરે પોતે જ કમ્પોઝ કરેલા ગીત 'એ મેરે દેશ'થી સિંગર તરીકે ડેબ્યુ કર્યો છે. આ ગીત 14 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વના આગલા દિવસે અવસરે રિલીઝ કરાયું છે.
પાર્થ ભરત ઠક્કર આ ગીત વિશે વાત કરતા કહે છે કે,'મેં મારી યુટ્યુબ ચેનલ માટે કાનુડો કાનુડો કમ્પોઝ કર્યું હતું. હવે મારે પોતાના કમ્પોઝિશન બનાવવા હતા. એટલે 15 ઓગસ્ટ નિમિત્તે આ ગીત બન્યું. આ ગીતના શબ્દો મેં જાણીતા લિરિસિસ્ટ ગીની દીવાન પાસે લખાવ્યા છે, જેઓ બોલીવુડમાં ગીતો લખી ચૂક્યા છે. અને આ ગીતને ડિરેક્ટર વિજય કદમે ડિરેક્ટ કર્યું છે.' પાર્થની સાથે સાથે આ ગીતમાં પાંચ બાળકો પણ છે. આ ગીતમાં લાડકી ફેમ તનીષ્કા સંઘવીએ પણ અવાજ આપ્યો છે.
ADVERTISEMENT
અહીં જુઓ ગીત
આ ગીત માત્ર 2 દિવસમાં શૂટ થઈને કમ્પોઝ કરીને રેડી કરાયું છે. ગીતનું મોટાભાગનું શૂટિંગ મુંબઈના ખારઘર વિસ્તારમાં થયું છે. આ ગીતને પાર્થ ભરત ઠક્કરની આ જ નામની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. હવે પાર્થ કહે છે કે મારે જુદી જુદી ભાષામાં ગીત બનાવવા છે. દર મહિને જુદી જુદી ભાષામાં એક એક ગીત કમ્પોઝ કરવું છે, જે ઓરિજિનલ હોય. પછી ભલે તે રોમેન્ટિક સોંગ હોય કે કોઈ લગ્નગીત કે લોક ગીત. પણ દર મહિને એક ગીત તો ઓરિજિનલ કમ્પોઝ કરવું જ છે.
આ પણ વાંચોઃ Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ
ઉલ્લેખનીય છે કે પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

