આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે
‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે આનંદ પંડિત અને અન્યો
આનંદ પંડિત (Anand Pandit) અને વૈશલ શાહ (Vaishal Shah) દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt Mahilao Mate) ૧૯ ઑગસ્ટે થિયેટરમાં રિલિઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો કૅમિયો છે. ફિલ્મ પરિવારને થિયેટર સુધી ખેંચી જવામાં સફળ થશે, તેમ આનંદ પંડિતનું માનવું છે.
આનંદ પંડિત કહે છે કે, ‘કોરોના મહામારીને કારણે લોકો થિયેટરમાં જતા બંધ થઈ ગયા હતા. પરંતુ હવે ફરી લોકો થિયેટરમાં જઈને ફિલ્મ જોવા માંગે છે. ‘ફક્ત મહિલાઓ માટે’ યોગ્ય સમયે રિલિઝ થઈ રહી છે. તે ચોક્કસ પરિવારને થિયેટર સુધી લઈ જશે.’
ADVERTISEMENT
આ ફિલ્મની જાહેરાત ‘ઈન્ટરનેશનલ વુમન્સ વીક’ના સન્માનમાં કરવામાં આવી હતી. આનંદે વધુમાં કહ્યું હતું કે, ‘મેં ક્યારેય મહિલા-કેન્દ્રિત વાર્તાઓ સામે પક્ષપાત કર્યો નથી. પ્રાદેશિક અને હિન્દી સિનેમા બંનેમાં અમે સફળ કૉમેડી અને મહિલા નાયકોને સમર્પિત ફિલ્મો કરી છે. ‘ફક્ત મહિલાઓ માટે’ માત્ર લાગણીઓથી જ સમૃદ્ધ નથી પણ તે પારિવારિક કૉમેડી ફિલ્મ છે . એટલે જ મેં તેને પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું હતું.’
આનંદ પંડિત આગળ જણાવે છે કે, હું હેમશાથી ગુજરાતીમાં મોટા બજેટની અને સામાજિક મુદાઓને આવરતી ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતો હતો. તેમાં પણ જો ફિલ્મમાં અમિતાભ બચ્ચન હોય તો વાત કંઈક જુદી જ છે. ગુજરાતી ફિલ્મમાં અમિતાભ બચ્ચને એ રીતે રજુ કરવા કે લોકો હંમેશા યાદ રાખે, આ સૌભાગ્ય મને મળ્યું તે બહુ મોટી વાત છે. ‘ફક્ત મહિલાઓ માટે’ મનોરંજનની સાથે-સાથે પારિવારિક ફિલ્મ પણ છે.’

