બોમ્બે ફિલ્મ સ્ટોરીમાં મિડ-ડે સાથે વાત કરતાં, અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેની મુંબઈની સફર અને શોબિઝની જર્નીને યાદ કરી હતી. સરકારી નોકરની દીકરી સોનાલી બેન્દ્રે અકસ્માતે મોડલિંગમાં આવી ગઈ. આ વાતચીતમાં, સોનાલીએ તેના પહેલા કમર્શિયલ શૂટને યાદ કર્યું હતું. સોનાલીએ અનેક જાહેરાત ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેવી રીતે તેના પહેલા પગારથી તેને આઘાત લાગ્યો હતો. સોનાલીએ એ પણ જાહેર કર્યું કે શોબિઝમાં સામેલ થવાના નિર્ણય સાથે તેનો પરિવાર કેમ રાજી થયો.