આ ગણેશ ચતુર્થી 2024, બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પરિવારે પ્રેમ અને ખુશીથી સંપૂર્ણ વાઇબ્રન્ટ વિસર્જન ઉત્સવમાં ભાગ લીધો હતો. ખાન પરિવાર મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જોવા મળ્યો હતો જ્યાંથી તેઓએ વિસર્જન શોભાયાત્રા શરૂ કરી હતી. સલમાન ખાન, અરબાઝ ખાન તેનો દીકરા અરહાન સાથે અને અર્પિતા શર્મા તેના બાળકો અને પતિ આયુષ શર્મા અને અન્ય લોકો સાથે આ સુંદર પરંપરા માટે સાથે આવ્યા હતા. સલમાનની એક્સ સંગીતા બિજલાણી અને ગાયક હિમેશ રેશમિયા પણ વિસર્જનમાં સામેલ થયા હતા.