Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 27 ઑક્ટોબરે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે રેડ કાર્પેટ સમારોહ સાથે શરૂ થયો હતો. પ્રિયંકા ચોપરા જોનાસ, ચેરપર્સન, Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈશા અંબાણીએ ફેસ્ટિવલનું લોકાર્પણ કર્યું હતું. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના 10 દિવસમાં વૈશ્વિક અને સાઉથ એશિયન સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોની ઝીણવટપૂર્વક ક્યુરેટેડ લાઇન-અપ 250થી વધુ ફિલ્મો રજૂ કરવામાં આવશે.