`છાવા`ના ટ્રેલર લોન્ચ સમયે, સહ-કલાકારો વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાએ સેટ પર સાથે કામ કરવાના તેમના અનુભવો વિશે ખુલીને વાત કરી. રશ્મિકા વિકીની પ્રશંસા કર્યા વિના રહી શકી નહીં, તેણે છત્રપતિ સંભાજી મહારાજના પાત્રમાં તેને "ભગવાન જેવો" દેખાતો ગણાવ્યો. બીજી તરફ, વિક્કીએ બીજી એક્શનથી ભરપૂર ફિલ્મ મેળવવા અંગેનો પોતાનો ઉત્સાહ શૅર કર્યો.