ઇમ્તિયાઝ અલીની દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરા અભિનીત ગાયક અમર સિંહ ચમકીલા પરની બાયોપિક `ચમકિલા` 12 એપ્રિલે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે. આ નેટફ્લિઝ મૂવી ગાયકના જીવન પર આધારિત છે, જેની 27 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. એક પ્રેસ મીટમાં બાયોપિક વિશે વાત કરતાં, દિલજીતે જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં અચરજમાં હતો કે આ ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવશે. જ્યારે પરિણિતી ચોપરાએ ઉલ્લેખ કર્યો હતો કે અમરજોત કૌરનું પાત્ર ભજવવા માટે તેણે સખત મહેનત કરવી પડી હતી, પરંતુ સેટ પર દિલજીત દોસાંજ તેના શિક્ષક જેવા હતા.